02 June, 2025 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સામગ્રી : ૧ નંગ કાચી કેરી
૧ વાટકી ઘઉંનો લોટ
૧/૨ વાટકી દેશી ગોળ
૨ ચમચી ઘી
૨ ચમચી વરિયાળી પાઉડર
૫થી ૬ લવિંગ
૨ ગ્લાસ પાણી
બનાવવાની રીત : સૌપ્રથમ એક પૅનમાં ઘી લઈ એને ગરમ કરવું. પછી એમાં લવિંગ નાખી ઘઉંનો લોટ ગોલ્ડન બ્રાઉન શેકી લો. ત્યાર પછી દેશી ગોળ ઉમેરવો અને પછી ગરમ પાણી નાખી પાંચ મિનિટ હલાવવું. કાચી કેરીના ટુકડા અને વરિયાળી પાઉડર નાખી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચે હલાવવું. વરિયાળી પાઉડર નાખી સર્વ કરો. તૈયાર છે કાચી કેરીનું ગરમાળું.
-નેહા ઠક્કર