રાજકોટની ચટણી

19 March, 2020 08:14 PM IST  |  Mumbai Desk | Dharmin Lathia

રાજકોટની ચટણી

રાજકોટની ચટણી

સામગ્રી
☞ ૧ કપ આખા શિંગદાણા
☞ પાંચ નંગ સમારેલાં લીલાં મરચાં
☞ અડધી ટીસ્પૂન લીંબુનાં ફૂલ
☞ પા ટીસ્પૂન મીઠું
☞ ચપટી હળદર

રીત
શિંગદાણાને ૪-૫ કલાક પલાળી દો. હવે મિક્સર જારમાં બધી વસ્તુઓ ભેગી કરી પીસી લો. ફાઇન પેસ્ટ કરી લો. બસ તૈયાર છે ટૅન્ગી અને સ્પાઇસી ચટણી. આને વેફર, ચિપ્સ, ભજિયાં, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય.
આ ચટણી સૂકી જ ૪-૫ મહિના ફ્રિજમાં સાચવી શકાય, પણ પીસતી વખતે પાણી જરા પણ ન નાખવું. સૂકી જ વાપરી શકાય અથવા જ્યારે જેટલી વાપરવી હોય એમાં પાણી કે દહીં ઉમેરીને વાપરી શકાય.

Gujarati food mumbai food indian food