આ રહીં કોળાના ઢોકળાં બનાવવાની રીત

07 January, 2020 03:45 PM IST  |  Mumbai | Hansa Karia

આ રહીં કોળાના ઢોકળાં બનાવવાની રીત

કોળાના ઢોકળાં

સામગ્રી

☞ એક કપ રવો

☞ પા કપ ખમણેલું કોળું

☞ એક કપ ખાટી છાશ

☞ એક ચમચી આદું-મરચાંની પેસ્ટ

☞ બે ચમચી ગરમ તેલ

☞ એક ચમચી ફ્રૂટ સૉલ્ટ

☞ ચપટીક હળદર

☞ મીઠું સ્વાદાનુસાર

વઘાર માટે

☞ એક મોટી ચમચી તેલ, પા ચમચી રાઈ, પા ચમચી જીરું, હિંગ અને લીમડો

બનાવવાની રીત

રવા અને કોળાના છીણમાં છાશ અને આદું-મરચાંની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરવું. ગરમ તેલ પણ મિક્સ કરીને ખીરું બનાવવું. ખીરું વધુ જાડું હોય તો સહેજ પાણી પણ ઉમેરી શકો છો. મીઠું અને હળદર નાખીને થોડીક વાર રહેવા દેવું.

ઢોકળાં ઉતારવા માટેનું પાણી ગરમ કરીને એક થાળીને તેલથી ગ્રીસ કરી લેવી. ખીરામાં ફ્રૂટસૉલ્ટ નાખીને થાળીમાં ખીરું પાથરી લેવું. પાંચથી આઠ મિનિટમાં ઢોકળાં બફાઈ જશે. એને બહાર કાઢીને એના કાપા પાડવા અને પછી રાઈ, જીરું, હિંગ અને લીમડો નાખીને તૈયાર કરેલો વઘાર થાળી પર પાથરી દેવો. કોથમીર અને છીણેલા કોપરાથી ગાર્નિશિંગ કરવું અને ચટણી સાથે સર્વ કરવું.

indian food mumbai food