જાણો એનર્જી બરફી બનાવવાની રીત

05 February, 2020 03:58 PM IST  |  Mumbai | Dilip Shah

જાણો એનર્જી બરફી બનાવવાની રીત

એનર્જી બરફી

સામગ્રી

☞ ૪૦૦ ગ્રામ કાળાં ખજૂર

☞ ૧૦૦ ગ્રામ બદામ

☞ ૧૦૦ ગ્રામ પિસ્તા

☞ ૧૦૦ ગ્રામ કાજુનો પાઉડર

☞ ૧૦૦ ગ્રામ કિસમિસ

☞ ૧૦૦ ગ્રામ મગજતરીનાં બી

☞ ૧૦૦ ગ્રામ કોળાનાં બી

બનાવવાની રીત

ગેસ પર કડાઈમાં તમામ ડ્રાયફ્રુટ્સના ટુકડાને શેકી લેવાં. એ પછી બધાને એક બોલમાં અલગ કાઢીને મૂકવા. ગરમ કડાઈમાં બે ચમચી ઘી નાખીને એમાં ખજૂરનો ઠળિયા કાઢીને બનાવેલો માવો નાખીને શેકો. ધીમા તાપે ખજૂરનો માવો ઘીમાં એકરસ થાય એ પછી એમાં ઉપરના ડ્રાયફ્રુટ્સ ઉમેકરીને બધી ચીજોને બરાબર મિક્સ થવા દો અને કડાઈ ગૅસ પરથી ઉતારીને માવો ઠંડો થવા દો. સહેજ ઠંડો થાય એટલે એક થાળીમાં પાથરીને વાટકીથી બરાબર એકસરખો દબાવીને સમથળ બનાવી લો. એની પર મગજતરીનાં બી, થોડાક કાજુના ટુકડા અને બદામની કતરણ ભભરાવીને એક વાર ફરીથી વાટકીથી દબાવી લો. થોડુંક ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરી લેશો તો ઉપર ભભરાવેલી ચીજો બરાબર ચોંટી જશે.

ત્યાર બાદ સરખા કાપા પાડીને વીસ મિ‌નિટ માટે ફ્રીજમાં મૂકી દો. આખી થાળી ઠંડી થઈ જાય એટલે ચોસલા કાઢીને ડબ્બામાં ભરી લેવા.

Gujarati food indian food mumbai food