આ રહી જૈન વેજિટેબલ પુલાવ બનાવવાની રીત

31 December, 2019 03:30 PM IST  |  Mumbai | Dharmin Lathia

આ રહી જૈન વેજિટેબલ પુલાવ બનાવવાની રીત

જૈન વેજિટેબલ પુલાવ

સામગ્રી

☞ બે કપ ચોખા

☞ ૩ ટેબલસ્પૂન ઘી

☞ ૮-૧૦ (મરજિયાત) કાજુ

☞ ૧૦-૧પ (મરજિયાત) કિસમિસ

☞ ૧ ટી-સ્પૂન ધાણાજીરું

☞ બે નાના ટુકડા તજ

☞ ૩થી ચાર લવિંગ

☞ એકથી બે એલચી

☞ તેજપત્તાં બે

☞ બે ચમચી પીસેલાં લીલાં મરચાં

☞ અડધી ચમચી સૂંઠ પાઉડર

☞ બે-અઢી કપ પાતળાં અને લાંબાં સમારેલાં શાક (કેળાં, ફણસી, શિમલા મરચાં, વટાણા, પત્તા ગોબી)

☞ પા ચમચી ગરમ મસાલો

☞ મીઠું પ્રમાણસર

☞ કોથમીર સજાવટ માટે

રીત

૧. ચોખા થોડા કડક રાંધીને થાળીમાં ઠંડા કરવા.

ર. ઘી ગરમ કરીને એમાં કાજુ અને કિસમિસ સાંતળીને કાઢી લેવાં.

૩. વધેલા ઘીમાં ધાણાજીરું, તજ, લવિંગ, એલચી, તેજપત્તાંનો વઘાર કરવો.

૪. એમાં પીસેલાં મરચાં, સૂંઠ નાખીને સાંતળવું.

પ. એમાં શાકભાજી નાખીને થોડું મીઠું નાખી શાકભાજી સીઝવા દેવી.

૬. સીઝી જાય એટલે એમાં ગરમ મસાલો, મીઠું, રાંધેલા ચોખા, કાજુ, કિસમિસ નાખીને હલાવીને ૧ મિનિટ ઢાંકીને રાખવું. ગમે તો થોડા પનીરના ટુકડા નાખી શકાય. ઉપરથી કોથમીર ભભરાવવી.

Gujarati food indian food mumbai food