આજની વાનગી - છોલે પુલાવ

18 December, 2018 02:26 PM IST  |  | Dharmin Lathiya

આજની વાનગી - છોલે પુલાવ

સામગ્રી

+    ૧૫૦ ગ્રામ બાફેલા છોલે

+    ૧ ટેબલ-સ્પૂન તેલ

+    ૧ ટી-સ્પૂન ઘી

+    ૧ ટી-સ્પૂન જીરું

+    બે નંગ તમાલપત્ર

+    પાંચ નંગ તમાલપત્ર

+    એક કાંદો

+    ૧ નંગ ટમેટું

+    ૧ ટી-સ્પૂન લાલ મરચું

+    ચપટી હિંગ

+    અડધી ટી-સ્પૂન 

    ગરમ મસાલો

+    ૧ કપ ચોખા

+    મીઠું પ્રમાણસર

રીત 

છોલે બાફવા. ગૅસ પર એક વાસણમાં તેલ-ઘી મૂકી જીરું નાખવું. તમાલપત્ર અને મીઠો લીમડો નાખવાં. ઝીણા સમારેલા કાંદા નાખીને સાંતળવું. એમાં ટમેટું સમારીને નાખવું. મીઠું, લાલ મરચું, હિંગ, હળદર, ગરમ મસાલો નાખી છોલે નાખવા. બાસમતી ચોખા બે કલાક પલાળી છૂટો ભાત કરવો અને છોલે સાથે મેળવી દેવો.

indian food