આવી રીતે બનાવો ગુંદરપાક

21 January, 2020 02:41 PM IST  |  Mumbai | Dharmin Lathia

આવી રીતે બનાવો ગુંદરપાક

ગુંદરપાક

સામગ્રી

☞ રપ૦ ગ્રામ ગુંદર (બાવળનો)

☞ રપ૦ ગ્રામ રવો

☞ પ૦૦ ગ્રામ ઘી

☞ ૧૦૦ ગ્રામ સૂકું કોપરું

☞ પ૦૦ ગ્રામ ખાંડ (દળેલી)

☞ પ૦ ગ્રામ પિસ્તાં

☞ પ૦ ગ્રામ ચારોળી (ઑપ્શનલ)

☞ રપ ગ્રામ સૂંઠ

☞ દરેક વસ્તુ ૧૦ ગ્રામ ગંઠોડા, એલચી, ધોળી મૂસળી, કાળી મૂસળી, ગોખરું, આસન શતાવરી, નાગકેસર

☞ પીપર (ઑપ્શનલ)

રીત 

ગુંદરને ઘીમાં ફુલાવી, ખાંડીને ભૂકો કરવો. રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. કોપરાને છીણી શેકી લેવું. પછી બધું ભેગું કરી દળેલી ખાંડ, બદામ, પિસ્તાં, ચારોળીનો ભૂકો, ખાંડેલી સૂંઠ, એલચીનો ભૂકો અને બધું વસાણું, બારીક ખાંડી, ચાળીને નાખવું. ઘીને ગરમ કરીને નાખી બરાબર હલાવી થાળીમાં ઘી લગાડી ગુંદરપાક ઠારી દેવો. ઉપર થોડી બદામની કાતરી અને ચારોળી ભભરાવી દેવાં.

Gujarati food