ચૂરમાના લાડુ

01 October, 2019 05:48 PM IST  |  મુંબઈ | ધર્મિન લાઠિયા

ચૂરમાના લાડુ

ચૂરમાના લાડ

આજની વાનગી

સામગ્રી
☞ પ૦૦ ગ્રામ ઘઉંનો લોટ
☞ પ૦૦ ગ્રામ ઘી (વીઘારેલું)
☞ ૩/૪ અથવા ૧ કપ પાણી
☞ પ૦૦ ગ્રામ ગોળ (કતરેલો)
☞ ૧-૧/ર ટીસ્પૂન ઇલાયચીનો ભૂકો
☞ ૧ ટીસ્પૂન જાયફળનો ભૂકો
☞ ૧ ટેબલસ્પૂન ઘી (થેપેલા ચૂરમા પર નાખવા)
☞ ૧ ટીસ્પૂન એલચી દાણા (બરાબર ખાંડેલા)
☞ ૧ ટીસ્પૂન બદામ (કતરેલી-મરજિયાત)
☞ ૧ ટીસ્પૂન પિસ્તાં (કતરેલાં-મરજિયાત)
રીત
૧. થાળીમાં ઘઉંનો લોટ, પાણી અને બસો ગ્રામ ઘી ભેળવી કઠણ લોટ બાંધવો. જરૂર પડે તો વધુ પાણી લેવું. લોટના દસ સરખા ભાગ કરી મૂઠિયાં વાળવાં.
ર. કડાઈમાં બાકીનું ઘી ગરમ કરવું. તાપ ધીમો કરી મૂઠિયાં બદામી રંગનાં થાય ત્યાં સુધી તળવાં. ઝારાથી બહાર કાઢી થાળીમાં ઠરવા દેવાં. ઘી ગાળીને રાખવું.
૩. મૂઠિયાંને ભાંગીને ચોખાની ચાળણીથી ચાળવાં. ચાળણીની ઉપર જે રહે એને ફરીથી ભાંગી ચાળવું.
૪. ધીમા તાપે કડાઈ મૂકી મૂઠિયાંના ભૂકાને પ-૭ મિનિટ સુધી શેકવો. બાજુમાં રાખવો. બીજી કડાઈમાં, મૂઠિયાંના તળામણના વધેલા ઘીને ફરીથી ધીમા તાપે ગરમ કરવું. ઘી વીઘરે એટલે ગોળ
નાખી, હલાવી ગોળને ઓગાળવો. ગોળ ઓગળે એટલે ગૅસ બંધ કરવો.
કડાઈ નીચે ઉતારી તરત જ શેકેલો
લોટ અંદર નાખી ફરી મિશ્રણ હલાવવું. ઠરવા દેવું. ઇલાયચીનો અને જાયફળનો ભૂકો નાખવો.
પ. આ મિશ્રણના ૧૦-૧ર સરખા ભાગ કરી લાડુ બનાવવા. ડબ્બામાં ભરવા.
અથવા થેપેલા ચૂરમા માટે
ઘી લગાવેલી ૧ર ઇંચ પહોળી થાળીમાં ચૂરમું થેપવું એના પર ઘી રેડવું. ઇલાયચી, બદામનો ભૂકો ભભરાવવો. બરાબર ઠરે. પછી ચોરસ કાપા પાડવા. તાવેથાથી ઉખેડવા.
રીત-ર
(૧) ઉપરની જેમ કઠણ લોટ બાંધવો બે લૂઆ કરવા. (૨) ૧/૪ જાડાઈના બે રોટલા વણવા છરીથી ઊંડા નાના કાપા કરવા. (૩) ધીમે તાપે તવો ગરમ કરી, રોટલાની બન્ને બાજુ બરાબર શેકવી. (૪) બન્ને બાજુ બદામી રંગ થાય એટલે તવા ઉપરથી લઈ લેવા. રોટલાને ભાંગી નાખવા. ભૂકો કરી, ઘઉંની અથવા ચોખાની ચાળણીથી ચાળવો. (૫) ૧પ૦ ગ્રામ ઘી ગરમ કરી ગોળ ઓગાળવો. ગોળ ઓગળે એટલે ગૅસ બંધ કરી શેકેલો લોટ નાખવો.

indian food Gujarati food