બનાવો પાઇનૅપલ બરફી

19 February, 2019 12:12 PM IST  |  | ધર્મિન લાઠિયા

બનાવો પાઇનૅપલ બરફી

પાઇનૅપલ બરફી

આજની વાનગી

સામગ્રી

+ ૧૫૦ ગ્રામ પાઇનૅપલ પલ્પ

+ ૧૫૦ ગ્રામ ખાંડ

+ બસો ગ્રામ માવો

+ ૩ ટેબલ-સ્પૂન ઘી

+ ૧ ટેબલ-સ્પૂન કાજુનો ભૂકો

+ એલચી, કેસર, દૂધ, ચાંદીના વરખ

રીત

અનાનસનો પલ્પ કરવો. એક વાસણમાં ઘી મૂકી એમાં એલચીના દાણા નાખી પલ્પ નાખવો. સાધારણ શેકી એમાં ખાંડ નાખવી. પછી માવાને છૂટો કરી નાખવો. વાડકામાં કેસરને દૂધમાં ઘૂંટી નાખવું.

આ પણ વાંચો : ગ્રીન પરોઠાં

ઘટ્ટ થાય એટલે કાજુનો ભૂકો નાખી બરાબર હલાવી થાળીમાં ઘી લગાડી હલવો ઠારી દેવો. સાધારણ ઠંડો પડે એટલે ચાંદીના વરખ લગાડવા અથવા બદામની કાતરી ભભરાવીને ચોસલાં કરવાં. સર્વ કરવું.