Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગ્રીન પરોઠાં

14 February, 2019 12:55 PM IST |
ધર્મિન લાઠિયા

ગ્રીન પરોઠાં

ગ્રીન પરોઠાં

ગ્રીન પરોઠાં


આજની વાનગી

સામગ્રી



* બસો ગ્રામ ઘઉંનો લોટ


* સો ગ્રામ મેંદો

* ૧ કપ પાલક ભાજી


* ૧ કપ કોથમીર

* ૩ નંગ લીલાં મરચાં

* મીઠું, મોણ જરૂર મુજબ ફિલિંગ માટે

* બસો ગ્રામ લીલા વટાણા

* બે ટેબલ-સ્પૂન પનીર

* ૧ ટેબલ-સ્પૂન કોપરાનું ખમણ

* અડધો કપ કોથમીર

* ૩ નંગ મરચાં

* ૧ ટી-સ્પૂન તલ

* મીઠું જરૂર મુજબ

* સોડા ચપટી

રીત

પાલકની ભાજીનાં પાન ધોઈ, બાફી પલ્પ તૈયાર કરવો. કોથમીરને સમારી ધોઈ એમાં લીલાં મરચાં નાખી વાટવી. ઘઉંના લોટ અને મેંદામાં મીઠું નાખી એને ચાળવો. એમાં મોણ અને ભાજીનો પલ્પ નાખી લોટ બાંધવો.

આ પણ વાંચો : કૅપ્સિક્મ સ્ટફ રિંગ્સ

એક વાસણમાં પાણી મૂકી સોડા નાખી વટાણા બાફવા. પછી કોરા કરવા. એમાં મીઠું, ખાંડ, તલ, કોપરાનું ખમણ, લીલાં મરચાંના કટકા, પનીર, લીંબુનો રસ અને કોથમીર નાખી પૂરણ બનાવવું.

પરોઠાંમાં પૂરણ નાખી પરોઠાં તૈયાર કરવાં. ઘીમાં સરખાં શેકી દહીં સાથે સર્વ કરવાં.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 12:55 PM IST | | ધર્મિન લાઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK