જાણો ક્લબ સૅન્ડવિચ બનાવવાની રીત

21 February, 2019 02:18 PM IST  |  | ધર્મિન લાઠિયા

જાણો ક્લબ સૅન્ડવિચ બનાવવાની રીત

ક્લબ સૅન્ડવિચ

આજની વાનગી

સામગ્રી

* ૨ પૅકેટ સૅન્ડવિચ બ્રેડ
* ૨૫૦ ગ્રામ માખણ

સૉસ માટે

* ૨૫૦ ગ્રામ ટમેટાનો પલ્પ
* ૧ કળી લસણ
* ૧ ટી-સ્પૂન ખાંડ
* ૧ ટી-સ્પૂન લાલ મરચું
* મીઠું પ્રમાણસર

સજાવટ માટે

* ૧ કપ દહીં
* ૨ કૅપ્સિક્મ
* મીઠું, ખાંડ પ્રમાણસર
* ૧ ટી-સ્પૂન અખરોટ

પૂરણ માટે

* ૨૫૦ ગ્રામ તુવેરનાં લીલવાં
* ૨૫૦ ગ્રામ બટાટા
* ૨૫૦ ગ્રામ લીલાં મરચાં
* ૧ કટકો આદું
* અડધો કપ લીલા ધાણા
* ૧ ટી-સ્પૂન તેલ
* ૧ ટી-સ્પૂન લવિંગનો ભૂકો
* ૧ ટી-સ્પૂન મરીનો ભૂકો
* ૧ ટી-સ્પૂન જીરુંનો ભૂકો
* ૧ ટી-સ્પૂન તજનો ભૂકો
* ૧ નંગ લીંબુ
* મીઠું, ખાંડ, તેલ, હિંગ પ્રમાણસર

ચટણી માટે

* ૧૦૦ ગ્રામ નારિયેળનું ખમણ
* ૨૫ ગ્રામ કાજુ
* ૪ લીલાં મરચાં
* કટકો આદું
* અડધો કપ લીલા ધાણા
* મીઠું, ખાંડ, લીંબુનો રસ પ્રમાણસર

રીત

ચટણી માટેની સામગ્રી વાટીને ચટણી તૈયાર કરવી.

ટમેટાના પલ્પમાં મીઠું, લાલ મરચું, ખાંડ નાખી ગરમ કરીને ઉતારી એમાં વાટેલું લસણ નાખી સૉસ તૈયાર કરવો.

તુવેરનાં લીલવાંને વાટી લેવાં. બટાટાને બાફી, છોલીને માવો બનાવવો. એક વાસણમાં થોડું તેલ મૂકી હિંગ નાખીને વટાણાનો ભૂકો વઘારવો. એમાં મીઠું નાખીને ધીમા તાપે ચડવા દેવો. બફાય એટલે એમાં બટાટાનો માવો, વાટેલાં આદું-મરચાં, કોપરાનું ખમણ, ખાંડ, તજ, લવિંગ, જીરુંનો ભૂકો નાખી હલાવીને ઉતારી લેવું. એમાં લીંબુનો રસ અને ધાણા નાખીને તૈયાર કરવું.

દહીંને કપડામાં બાંધી રાખવું. બધું પાણી નીતરી જાય એટલે કપડામાંથી કાઢી એમાં મીઠું નાખી, વલોવીને મસકો તૈયાર કરવો. કૅપ્સિકમને બારીક કાપી નાખવું. અખરોટના બારીક કટકા નાખવા.

આ પણ વાંચો : બનાવો પાઇનૅપલ બરફી

બ્રેડની એક સ્લાઇસ લઈ એના પર ટમેટાનો સૉસ લગાડવો. એના પર લીલવાં-બટાટાનો માવો મૂકવો. પછી એના પર બ્રેડની એક સ્લાઇસ મૂકવી. એના પર તૈયાર કરેલી ચટણી લગાડવી. એના પર ફરી બ્રેડની સ્લાઇસ મૂકવી. માખણ લગાડી સૅન્ડવિચ બન્ને બાજુ શેકી લેવી અને સજાવટ કરીને સર્વ કરવી.

indian food mumbai food life and style