10 June, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલૂ-પનીર બર્ડ નેસ્ટ
સામગ્રી : બર્ડ નેસ્ટ બનાવવા: ૧ કપ બાફેલા બટાટા, ૧\૨ કપ લીલા વટાણા (બાફેલા), ૧\૪ કપ લીલા કૅપ્સિકમ, ૨ ટેબલસ્પૂન લસણ, મીઠું સ્વાદ અનુસાર, ૧ ટેબલસ્પૂન હળદર, ૨ ટેબલસ્પૂન કોથમીર, ૨ ટેબલસ્પૂન મેંદાની સ્લરી, ૧\૨ કપ વર્મિસેલી સેવ, ૧ કપ પનીર.
પનીર બૉલ્સ બનાવવા માટે : ૧ કપ પનીર, મીઠું સ્વાદ અનુસાર, ૧\૨ ટેબલસ્પૂન મરી પાઉડર,
ગાર્નિશિંગ માટે : ગ્રીન ચટણી, કોથમીરનાં પાન
સર્વ કરવા માટે : ટમૅટો કેચપ, ગ્રીન ચટણી
રીત : સૌપ્રથમ બાફેલા બટાટા લઈ એમાં વટાણા તથા કૅપ્સિકમ નાખી મિક્સ કરવું. પછી એમાં આદું-મરચાં-લસણની પેસ્ટ નાખવી. સ્વાદ અનુસાર મીઠું નાખી બાકીના મસાલા નાખી મિક્સ કરવું. પછી એમાં ૧ કપ પનીર નાખી નેસ્ટનો આકાર આપી ટીકડી બનાવવી. પછી એને મેંદાની સ્લરીમાં ડિપ કરી વર્મિસેલીમાં રગદોળી નેસ્ટ જેવો આકાર આપવો. ૧૫ મિનિટ ફ્રિજમાં રાખી તળી લેવા. પનીર બૉલ્સ બનાવવા પનીર લઈ એમાં મીઠું તથા મરી નાખી મિક્સ કરી બૉલ્સ તૈયાર કરવા. તૈયાર કરેલા બર્ડ નેસ્ટ પર ગ્રીન ચટણી તથા કોથમીરનાં પાન મૂકી પનીર બૉલ્સ મૂકી તૈયાર કરવું. કેચપ તથા ચટણી સાથે સર્વ કરવું.