11 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમર સ્પેશ્યલ મૅન્ગો પ્રાફે
સામગ્રી : આફુસ આંબા ૩-૪ મીડિયમ સાઇઝનાં ફળ, ફ્રેશ ક્રીમ ૨૫૦ ગ્રામ, મિલ્કમેઇડ \ મીઠાઈ મેઇડ ૧૫૦ ગ્રામ, વૅનિલા એસેન્સ ૧ ટીસ્પૂન, કૅસ્ટર શુગર ૩૦ ગ્રામ, લીંબુ ૧ નંગ, ચૉકલેટ સૉસ પ્રેઝન્ટેશન માટે
રીત : સૌપ્રથમ મૅન્ગોને પાણીથી ધોઈને છાલ કાઢી સમારી લેવી અને પછી એની પેસ્ટ બનાવવી. (મિક્સરની સહાયતાથી)
ત્યાર બાદ ફ્રેશ ક્રીમને ઇલેક્ટ્રિક બીટરથી ફેંટી લેવી. એ ઘટ્ટ હોવી જરૂરી છે. એમાં મીઠાઈ મેઇડ અને વૅનિલા એસેન્સ તથા મૅન્ગો પ્યુરી નાખી બીટરથી બીટ કરવું.
પછી એમાં લીંબુની ઝેસ્ટ નાખવી. તેથી ફ્રેશનેસ વધશે અને એને મિક્સ કરી એને મોલ્ડમાં અથવા તો ચોરસ મોલ્ડમાં નાખી આખી રાત માટે ફ્રિજમાં સેટ કરવું.
એને ડેકોરેટ કરવા મૅન્ગોની પ્યુરીને સાકર તથા ૧\૪ ચમચી લીંબુના રસને ગૅસ પર સાકર પીગળે ત્યાં સુધી ગરમ કરવું અને ઠંડું થાય ત્યાં સુધી રાખવું. પછી એને સેટ પ્રાફે પર નાખી પૅલેટ નાઇફથી લેવલ કરવું.
ત્યાર બાદ એને જરૂર પ્રમાણે આકારમાં કાપી સર્વ કરવું.
ઉપરથી ફ્રૂટ કટ કરી પણ નાખી શકાય.
અહીં આપણે લંબચોરસ આકારમાં કાપી પ્લેટિંગ કરેલું છે જેમાં ચૉકલેટ સૉસના સ્ટૉક્સ અને મૅન્ગો પ્યુરીના પલ્પથી સજાવ્યું છે.