થાળીનું Budget સુધર્યું, શાકાહારી હોવું બન્યું લાભકારક, બચ્યા આટલા રૂ।.

01 February, 2020 10:15 AM IST  |  Mumbai Desk

થાળીનું Budget સુધર્યું, શાકાહારી હોવું બન્યું લાભકારક, બચ્યા આટલા રૂ।.

Budget 2020ના એક દિવસ પહેલા આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું. આમ તો સામાન્ય મનુષ્યને આ બાબતે રસ હોતો નથી, પણ સરકારે આ વખતે કંઇક એવું કર્યું છે જે બધાં માટે કામનું છે. આ વખતે આર્થિક સર્વેક્ષણમાં ખાસ થાલીનૉમિક્સનો અધ્યાય જોડવામાં આવ્યો છે. આમાં સરકારે આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં લેવામાં આવેલાં પગલાંને કારણે લોકોનો ખોરાક કેટલો સસ્તો થયો છે. કહેવામાં આવ્યું છે કે સરકારના પગલાંએ 5 સભ્યોના પરિવારના ખિસ્સામાં વાર્ષિક કેટલા રૂપિયા બચાવ્યા છે. આ માટે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઔદ્યોગિક કર્મચારીઓ માટે મોંઘવારી દરનું આકલન કરવામાં આવ્યું.

જાણો થાલીનૉમિક્સની મોટી વાતો
દેશમાં થાળીની કિંમત જાણવા માટે એપ્રિલ, 2006થી ઑક્ટોબર, 2019 સુધીની કિંમતોને સામેલ કરવામાં આવી. થાલી પર થનારા ખર્ચનો હિસાબ કરવા માટે ઇનકમમાં વધારાથી લઇને બધાં જ પહેલુંઓનું ધ્યાન રાખવામાં આવ્યું.

આમાં દેશના ચાર ભાગ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં એખ થાળીની એબ્સોલ્યૂટ કિંમતનું આકલન કરવામાં આવ્યું. ચારેય ક્ષેત્રોમાં 2015-16થી થાળીની કિંમતમાં ઘટાડો થયો છે. એક એવરેજ ઔદ્યોગિક કર્મચારીની વાર્ષિક આવક પ્રમાણે હિસાબ કરવામાં આવે તો 2006-07ની તુલનામાં 2019-20માં શાકાહારી થાળીની કિંમત 29 ટકા ઘટી ગઈ છે.

તો આ સમયમાં માંસાહારી થાળીની કિંમતમાં પણ 18 ટકાનો ઘટાડો થયો છે. એટલે કે દેશમાં હવે માંસાહારી રહેવું પણ ફાયદાકારક તો છે જ.

ખિસ્સામાં કેટલા વધ્યા?
આર્થિક સર્વે પ્રમાણે, જો 2015-16 પહેલાવાળી તેજી જળવાઇ રહી હોત તો આજની તારીખમાં શાકાહારી થાળી પર 5 સભ્યો ધરાવનાર પરિવારને વાર્ષિક 10,887 રૂપિયા વધારે ખર્ચ કરવા પડ્યા હોત. એટલે કે કિંમતો ઘટવાથી એક પરિવારના વાર્ષિક 10,887 રૂપિયા બચ્યા છે. તો માંસાહારી થાળી પર વાર્ષિક 11,787 રૂપિયાની બચત થઈ છે.

Gujarati food mumbai food indian food budget 2020