અદિતી ભિલોસાની પર્યુષણ સ્પેશ્યલ રેસિપીઃ ચૉકલેટ સ્કવેર્સ, ટ્રિપલ લેયર

28 August, 2020 09:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અદિતી ભિલોસાની પર્યુષણ સ્પેશ્યલ રેસિપીઃ ચૉકલેટ સ્કવેર્સ, ટ્રિપલ લેયર

હોમમેડ ચૉકલેટ સ્ક્વૅર્સ અને ટ્રિપલ લેયર પુડલા

હોમમેડ ચૉકલેટ સ્ક્વૅર્સ

તમારે ઘરમાં જ ચૉકલેટ સ્ક્વૅર્સ બનાવવા માટે એક કપ ઘઉંનો લોટ, એક ચપટી એલચીનો પાવડર, ટૂકડા કરેલા કાગદી બદામ (માત્રા અંદાજે), ઘી, ગોળ, ચાર ચમસી કોકો પાવડર, તેલ, બુરુ સાકર (દળેલી સાકર) સ્વાદ અનુસાર અને બે ચમચી મિલ્ક પાવડરની જરૂર પડશે.

હોમમેડ ચૉકલેટ સ્ક્વૅર્સ બનાવવા માટે એક લોયામાં ઘી ગરમ કરો પછી તેમાં ઘઉંનો લોટ મિક્સ કરો. સતત હલાવતા રહો જેથી લોટ ચોંટી ન જાય, તેમ જ લોયુ ન દાજે. ત્યારબાદ બે ચમચી કોકા પાવડર અને એલચીનો પાવડર મિક્સ કરો. સુગંધ આવવાનું શરૂ થાય એનો મતલબ લોટ તૈયાર છે. હવે આ લોટને એક પ્લેટમાં મૂકો.

પહેલા જે લોયુ વાપર્યું તેમાં જ ગોળને પીગાળો. ગોળ પીગળવા લાગે એટલે તેમાં તૈયાર કરેલો લોટ મિક્સ કરો. ગોળને હલાવતા રહેજો નહીંતર તે કડક થશે. હવે આ મિક્સચરને પ્લેટમાં ચમચી કે અન્ય વસ્તુથી દબાવીને પાથરો.

એક બાઉલમાં મિલ્ક પાવડર, કોકા પાવડર અને બુરુ સાકર ઉમેરો. તમે ચાળીને પણ નાખી શકો છો જેથી ગઠ્ઠો ન થાય. તે પછી તેલ મિક્સ કરો. આ મિક્સચર ઘાડું કે સાવ પ્રવાહી પણ ન હોવું જોઈએ. બે મિનીટ સુધી હલાવતો રહે તો પછી તમારી હોમમેડ ચોકલેટ તૈયાર થઈ જશે.

હવે લોટના જે મિક્સચરને બાજુમાં રાખ્યો હતો તેમાં આ ચોકલેટને સ્પ્રેડ કરો. આની ઉપર બદામના ટૂકડા ભભરાવો અને તે પછી ત્રણથી ચાર કલાક થંડુ થવા દો. થંડુ થયા બાદ તેને કાપો.

ટ્રિપલ લેયર પુડલા

ટ્રિપલ લેયર પુડલા બનાવવા માટે તમને બેસન, સફેદ ખમણ, પનીર, ઓરેગાનો, ભિંજાવેલા કાશ્મીરી મરચાં, આમચૂર પાવડર, ગરમ મસાલો, મીઠું, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, પાણી, કુટેલું ફુદીનો અને ઘી જોઈશે.

સૌથી પહેલા એક વાસણમાં થોડુક બેસન, કુટેલો ફુદીનો, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ, મીઠુ, ગરમ મસાલો, આમચૂર પાવડર અને થોડુક પાણી લઈને બધુ મિક્સ કરો અને પુડલા જેવુ ખીરૂ બનાવો. તે પછી મિક્સરમાં કાશ્મીરી મરચાંને ગ્રાઈન્ડ કરો. ત્યારબાદ લોયામાં તેલ ગરમ કરીને કાશ્મીરી મરચાંની પેસ્ટ, મીઠુ, આમચૂર પાવડર, સૂંઠને મિક્સ કરો. બે-ત્રણ મિનીટ સુધી ગરમ કરતા તમારી પર્યુષણ સ્પેશ્યલ સેઝવાન ચટણી તૈયાર છે.

એક પૅનમાં ઘી ગરમ કરીને પુડલાનું ખીરુ સ્પ્રેડ કરો. તેમાં ખમણના ટૂકડા મૂકો. તેમાં સેઝવાન ચટણી, ઓરેગાનો અને ચાટ મસાલો ભભરાવો. તેની ઉપર પનીરની સ્લાઈસ મૂકો. તેની ઉપર સેઝવાન ચટણી, ઓરેગાનો અને ચાટ મસાલો ભભરાવો. પનીર અને ઢોકળા કવર થાય તેટલુ જ પુડલાનું ખીરૂ મિક્સ કરો. એક બાજુ ઘી લગાવો. પુઢલા બ્રાઉન કલરના થવા લાગે એટલે બીજી બાજુ ફેરવો અને એકાદ બે મિનીટ ગરમ કરો. ત્યારબાદ પ્લેટમાં મૂકીને તેના ઉપર ચાટ મસાલો ભભરાવો.

indian food Gujarati food