આવી ગયો ઉનાળો તમારા ભોજનનો ટેસ્ટ સુધારવા બનાવો ખજૂર બાસુંદી

05 April, 2019 02:53 PM IST  |  | ધર્મિન લાઠિયા

આવી ગયો ઉનાળો તમારા ભોજનનો ટેસ્ટ સુધારવા બનાવો ખજૂર બાસુંદી

ખજૂર બાસુંદી

આજની વાનગી

સામગ્રી

* ૫૦૦ ગ્રામ ખજૂર

* ૧ લીટર દૂધ

* અડધી ટી-સ્પૂન વૅનિલા એસેન્સ

* બે ટી-સ્પૂન ચારોળી

* ૧ કપ સીઝનલ ફ્રૂટ્સ

રીત

ખજૂરનાં બી કાઢી કટકા કરી થોડા દૂધમાં ૪ કલાક પલાળી રાખવું. પછી વાટી લેવું. એક તપેલીમાં બાકી રહેલું દૂધ ઉકાળવા મૂકવું. ઊકળે એટલે ખજૂરનો માવો નાખવો. જાડું થાય એટલે ઉતારી વૅનિલા એસેન્સ અને ચારોળી નાખવાં.

કેરી, કેળાં, ચીકુ, લીલી દ્રાક્ષ, સંતરાં જેવાં તમારી ઇચ્છા મુજબ ફળ નાખવાં અને ઠંડું સર્વ કરવું.

આ પણ વાંચો : આ રીતે માણો મજા ઘરે બનાવેલી આલૂ બિરયાનીની

Gujarati food indian food mumbai food