આ છે રીત કાળા જાંબુ બનાવવાની

11 June, 2019 12:05 PM IST  |  | ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ છે રીત કાળા જાંબુ બનાવવાની

કાળા જાંબુ

આજની વાનગી

સામગ્રી

* ૨૦૦ ગ્રામ પનીર

* ૨૦૦ ગ્રામ માવો

* ૪ ટેબલ-સ્પૂન મેંદો

* બે ટેબલ-સ્પૂન રવો

* ૫૦૦ ગ્રામ ખાંડ

* ૧ કપ ઘી

* ૧ ટી-સ્પૂન લાલ કલર

ફિલિંગ માટે

* ૧૦૦ ગ્રામ માવો

* ૨૫ ગ્રામ ખાંડ

* ૧ ટી-સ્પૂન એલચી પાઉડર

રીત

ફિલિંગની સામગ્રી મિક્સ કરી દો. પનીર અને માવાને મસળીને લીસો બનાવો. એમાં રવો, મેંદો અને લાલ કલર મિક્સ કરો અને લૂઆ બનાવો.

એમાં માવાનું ફિલિંગ ભરો. આવી રીતે બધા જાંબુ બનાવો. ઘીને ગરમ કરવું અને ધીમા તાપે તળી લેવા.

આ પણ વાંચો : બનાવો ગ્રીન પુલાવ

એક વાસણમાં સાકર નાખી એ ડૂબે એટલું પાણી ઉમેરી એક તારની ચાસણી તૈયાર કરી એમાં એલચીનો ભૂકો નાખી મિક્સ કરો.

એમાં જાંબુ નાખો અને થોડી વાર રહેવા દો અને સર્વ કરો.

mumbai food Gujarati food indian food