કેવી રીતે બનાવશો પાંઉ/બ્રેડ

22 August, 2019 03:32 PM IST  |  મુંબઈ | આજની વાનગી - ધર્મિન લા‌ઠિયા

કેવી રીતે બનાવશો પાંઉ/બ્રેડ

પાંઉ/બ્રેડ

સામગ્રી

☞ અડધો કિલો મેંદો
☞ બે ચમચા મોળું દહીં
☞ બે ચમચી સાકર
☞ ૧ ચમચી મીઠું
☞ સોડા ૩/૪ ચમચી
☞ ૧-૧/ર વાટકી પાણી

રીત

ઉપરની બધી સામગ્રી ભેગી કરી નૉનસ્ટિકમાં એક દિશામાં હલાવવું. લીસું થાય ત્યાં સુધી હલાવવું અને પાંચથી છ કલાક આથો લાવવા તડકામાં અથવા ડબ્બામાં હલાવ્યા વગર મૂકી રાખવું. આથો આવી ગયા પછી હલાવીને કેકની જેમ ૧પ મિનિટ સીઝવા દેવું. જરૂર હોય તો બીજી બાજુ પણ પાંચ મિનિટ સીઝવવું.

આ પણ વાંચો : હેલ્ધી અને હૅપી કરી દે એવા સૂપ

બહાર કાઢીને ચાળણી પર ઠરવા દેવું. ઠરી ગયા પછી શેપમાં કાપા કરવા. પાંઉ માટે અને બ્રેડ માટે. બ્રેડ માટે ચાર ભાગ કરીને આડી પણ પાતળી સ્લાઇસ કરી શકાય છે. પાઉં-બ્રેડ બીજા દિવસે વાસી થાય છે.

indian food