ગુંદાનું અથાણું

07 May, 2019 01:48 PM IST  |  | આજની વાનગી - ધર્મિન લાઠિયા

ગુંદાનું અથાણું

ગુંદાનું અથાણું

સામગ્રી

+ ૧ કિલો રાજાપુરી કેરી

+ ૧ કિલો મેથીનો સંભાર

+ ૧ કિલો ગુંદા

+ ૧ કિલો તેલ

+ મીઠું

+ હળદર

રીત

કેરીને છોલી આખી ધોઈ મોટાં કાણાંની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાખી રહેવા દેવું. પછી નીચોવી પાણી કાઢી એમાં મેથીનો સંભાર ભેળવી દેવો. ગુંદાને ધોઈ કોરા કરવા. પછી ભાંગીને બિયાં કાઢી એમાં કેરીનું છીણ મેળવેલો મેથીનો સંભાર દાબીને ભરવો.

આ પણ વાંચો: ગરમીમાં માણો મૅન્ગો કુલ્ફીની મજા

થોડા તેલમાં રંગદોળી ગુંદા બરણીમાં ભરી લેવા. ઉપર વધેલો સંભાર પાથરી દેવો. ત્રીજા દિવસે અથાણું ડૂબે એટલું તેલ નાખવું.

indian food