બનાવો ટેસ્ટી મકાઈ વડાં

24 September, 2019 03:55 PM IST  |  મુંબઈ | આજની વાનગી - ધર્મિન લાઠિયા

બનાવો ટેસ્ટી મકાઈ વડાં

મકાઈ વડાં

સામગ્રી

☞ બસો ગ્રામ મકાઈનો કરકરો લોટ

☞ બે ટેબલસ્પૂન ઘઉંનો લોટ

☞ ૧/૪ ટીસ્પૂન હળદર

☞ બે ટીસ્પૂન તલ

☞ ૧ ટીસ્પૂન લાલ મરચું

☞ ૧ ટીસ્પૂન વાટેલાં મરચાં

☞ ૧ કપ ગરમ કરેલું ખાટું દહીં

☞ ચપટી સાજીના ફૂલ અથવા સોડા

☞ તેલ પ્રમાણસર

☞ મીઠું પ્રમાણસર

રીત

મકાઈના લોટમાં ઘઉંનો લોટ તથા બધો મસાલો નાખી દહીં તથા તેલ ગરમ મૂકી એમાંથી ૧ ટેબલસ્પૂન તેલમાં લોટ નાખી નાના લૂઆ લઈ હાથ પર અથવા આડણી પર થેપી વડાં ઉતારવાં. ધીમા તાપે તળવાં.

indian food mumbai food