આવી રીતે બનાવો ચટપટો શેઝવાન સૉસ

13 June, 2019 01:12 PM IST  |  મુંબઈ | આજની વાનગી - ધર્મિન લાઠિયા

આવી રીતે બનાવો ચટપટો શેઝવાન સૉસ

શેઝવાન સૉસ

સામગ્રી

+            ૮ લાલ આખાં મરચાં

+            ૪ કળી લસણ

+            ૪ ટેબલ-સ્પૂન તેલ

+            અડધો ટી-સ્પૂન આદું

+            ૧ નંગ કૅપ્સિકમ

+            ૮ ફણસી

+            બે કાંદા

+            બે ડાળખી સેલરી

+            ૨૫૦ ગ્રામ ટમેટાં

+            ૩ ટેબલ-સ્પૂન વિનેગર

+            ચપટી કૉર્નફલોર

+            બે ટેબલ-સ્પૂન ખાંડ

+            ચપટી લાલ રંગ

+            મીઠું સ્વાદ અનુસાર

રીત

અડધો કપ પાણીમાં લાલ મરચાં અને લસણ ઉકાળવાં. ઠંડું થાય પછી એને વાટવાં.

પૅનમાં તેલ મૂકી આદું, કૅપ્સિકમ, ફણસી, કાંદા, સેલરી ઝીણાં સમારેલાં સાંતળવાં.

આ પણ વાંચો : આ છે રીત કાળા જાંબુ બનાવવાની

ઝીણાં સમારેલાં ટમેટાં, મરચાં નાખી હલાવવું. મીઠું, વિનેગર અને કૉર્નફલોર પાણીમાં ઓગાળીને નાખવું.

ઊકળે એટલે લાલ રંગ નાખી ઉતારી લેવું. ટમૅટો કેચપ જેવું જાડું રાખવું.

indian food