રીડર્સ રેસિપી - એનર્જી બાર

30 October, 2019 03:42 PM IST  |  મુંબઈ | નીતા શાહ

રીડર્સ રેસિપી - એનર્જી બાર

એનર્જી બાર

સામગ્રી

☞ ૧૦૦ ગ્રામ પમ્પકિન સીડ્સ

☞ ૫૦ ગ્રામ મગજતરીનાં બીજ

☞ ૫૦ ગ્રામ સનફ્લાવર સીડ્સ

☞ ૩ ચમચી તલ

☞ ૨૫૦ ગ્રામ ખજૂર (બી વિનાની)

☞ ૧ ચમચી ઘી

બનાવવાની રીત

સૌપ્રથમ એક નૉનસ્ટિક પૅનમાં ધીમા તાપે સીડ્સ શેકવાં. અધકચરાં શેકાય એટલે તલ નાખવા અને પછી બધું જ બરાબર શેકવું. શેકાઈ જાય એ પછી એક થાળીમાં કાઢી લેવાં. એ જ પૅનમાં ૧ ચમચી ઘી નાખીને ગરમ કરવું અને ખજૂરનો માવો ઉમેરીને શેકવું. માવો નરમ થાય એટલે ગૅસ બંધ કરી બધાં જ શેકેલાં સીડ્સ નાખીને બરાબર મિક્સ કરવું.

એક ચોરસ ટ્રેમાં ઘી લગાડી પાથરી ઉપરથી ઘીવાળા હાથે દબાવીને સમતલ કરવું. એક કલાક પછી લાંબા બાર જેવા પીસ કાપવા.

આ પણ વાંચો : રેસ્ટોરાંસ્ટાઇલ નહીં, ઢાબા સ્ટાઇલ ઑથેન્ટિક પંજાબી ખાવું છે?

ટિપ્સ

આમાં તમારી મરજી મુજબ ઓછાં-વધારે સીડ્સ લઈ શકાય. કાળા તલ, ચિયા સીડ્સ, સૂકો મેવો જેવી પ્રોટીનથી ભરપૂર ચીજો નાખવી હોય તો એ પણ નાખી શકાય.

indian food mumbai food