જૈન નવરત્ન કુરમા બનાવવાની રીત

10 December, 2019 01:19 PM IST  |  Mumbai | Dharmin Lathia

જૈન નવરત્ન કુરમા બનાવવાની રીત

જૈન નવરત્ન કુરમા

સામગ્રી

☞ ૧૦૦ ગ્રામ પનીર
☞ ૩ કપ મિક્સ વેજિટેબલ (ફણસી, વટાણા, કાચાં કેળાં)
☞ બે ચમચી સૂંઠ પાઉડર
☞ ૧ કપ દૂધ
☞ ૧ ચમચો મલાઈ
☞ પ્રમાણસર મીઠું
☞ લાલ મરચું
☞ હળદર
☞ ધાણાજીરું અને ગરમ મસાલો
☞ ૧ ચમચો કાજુ
☞ ૧ ચમચો કિસમિસ
☞ ૧/ર કપ મિક્સ ફ્રૂટ (ઍપલ, પાઇનૅપલ, ગ્રેપ્સ)
☞ ૩ ટામેટાનો પલ્પ
☞ પાંચ ચમચા ઘી

રીત

ઘી ગરમ કરવું. એમાં પનીરના પીસને લાઇટ પિન્ક તળીને કાઢી લેવા. એ જ ઘીમાં કાજુ, કિસમિસ સાંતળીને કાઢવા. મરચાની પેસ્ટ નાખી બધો મસાલો નાખી પ-૭ મિનિટ સાંતળવું. એ પછી એમાં ટમેટાનો પલ્પ નાખી ઊકળે એટલે દૂધ નાખવું. ફરીથી ઉકાળવું. પછી એમાં બાફેલી શાકભાજી નાખી પ-૭ મિનિટ પછી ડ્રાયફ્રૂટ નાખી સર્વ કરવું.

indian food Gujarati food mumbai food