બનાવો મકાઈનો હલવો

02 January, 2019 12:26 PM IST  |  | ધર્મિન લાઠિયા

બનાવો મકાઈનો હલવો

માણો મકાઈ હલવાની મજા

આજની વાનગી  

સામગ્રી

+ ૨૫૦ ગ્રામ અમેરિકન મકાઈનું છીણ

+ ૧૦૦ ગ્રામ માવો

+ ૨૫૦ ગ્રામ ખાંડ

+ ૨ ટેબલ-સ્પૂન કાજુનો ભૂકો

+ ૨ ટેબલ-સ્પૂન ક્રીમ

+ અડધો કપ દૂધ

+ ૧ ટી-સ્પૂન એલચીનો ભૂકો

+ અડધો કપ ટી-સ્પૂન જાયફïળનો ભૂકો

+ ૧ ટી-સ્પૂન ઘી

+ ૧ ટેબલ-સ્પૂન બદામ-પિસ્તા

રીત

અમેરિકન મકાઈનું છીણ કરીને વરાળથી બાફી લેવું.

એક તપેલીમાં ઘી મૂકી એમાં એલચીના દાણાનો વઘાર કરી બાફેલું મકાઈનું છીણ વઘારવું. એને સાધારણ શેકીને એમાં દૂધમાં ઘૂંટેલું કેસર નાખવું.

પછી માવો, જાયફળનો ભૂકો, કાજુનો ભૂકો અને ખાંડ નાખવી. એ ઘટ્ટ થાય એટલે એમાં ક્રીમ નાખી, ઉતારી, થાળીમાં ઘી લગાડી હલવો ઠારી દેવો. છેલ્લે બદામની કતરી અને પિસ્તાની કતરીથી સજાવટ કરવી.

indian food