ચલો બનાવીએ ટેસ્ટી આમળા-ફુદીના ચટણી

20 November, 2019 01:36 PM IST  |  Mumbai | Kajal Shah

ચલો બનાવીએ ટેસ્ટી આમળા-ફુદીના ચટણી

આમળા-ફુદીના ચટણી

સામગ્રી  

☞ બે નંગ કાચાં આમળાં 

☞ એક ઇંચ આદું 

☞ એક કપ તાજાં કઢી પત્તાં

☞ બે ટેબલસ્પૂન શિંગદાણા 

☞ અડધો કપ તાજો ફુદીનો 

☞ બે નંગ મરચાં 

☞ સ્વાદ અનુસાર મીઠું 

☞ અડધો લીંબુનો રસ અથવા બે ટેબલસ્પૂન દહીં 

☞ એક ટેબલસ્પૂન સાકર 

બનાવવાની રીત  

સૌપ્રથમ આમળાંના ટુકડા કરી બી કાઢી નાખવાં. મિક્સર જારમાં આમળાં, શિંગદાણા, મરચાં, આદું, મીઠું અને સાકર નાખી અધકચરાં પીસી લો.

હવે ફરી ફુદીના, કઢી પત્તાં અને લીંબુનો રસ અથવા દહીં નાખી બીજી વાર બારીક પીસી લો.

તો તૈયાર છે હેલ્ધી આમળા-ફુદીના-કઢી પત્તાં ચટણી. આ ચટણી થેપલાં, પરોઠાં, રોટલી અથવા ફરસાણ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.          

Gujarati food indian food mumbai food