બનાવો ખજૂરના લાડુ

27 December, 2018 12:52 PM IST  |  | Dharmin Lathia

બનાવો ખજૂરના લાડુ

ખજૂરના લાડુ

આજની વાનગી

સામગ્રી

+    ૨૫૦ ગ્રામ ખજૂર

+    ૨૫૦ ગ્રામ શિંગદાણા

+    ૨૫૦ ગ્રામ નારિયેળનું ખમણ

+    ૨૫૦ ગ્રામ ગોળ

+    ૧ ટેબલ-સ્પૂન કાજુનો ભૂકો

+    ૧ ટેબલ-સ્પૂન બદામનો ભૂકો

+    અડધી ટી-સ્પૂન એલચીનો ભૂકો

+    અડધી ટી-સ્પૂન જાયફળનો ભૂકો

+    ઘી જરૂર પ્રમાણે

+    ખસખસ જરૂર પ્રમાણે

રીત

ખજૂરનાં બી કાઢી મિક્સરમાં વાટી માવો બનાવવો. શિંગદાણાને શેકી, છોતરાં કાઢી ભૂકો કરવો. નારિયેળનું ખમણ બનાવવું. ખજૂરનો માવો, શિંગદાણાનો ભૂકો અને નારિયેળનું ખમણ ઘીમાં જુદાં-જુદાં શેકી ભેગું કરવું.

એક વાસણમાં ઘી મૂકી ગોળ કાપીને નાખવો. ગોળ ઓગળે અને ગોળનો પાયો થાય એટલે એમાં ખજૂરનું મિશ્રણ નાખવું. પછી કાજુ, બદામનો ભૂકો અને એલચી-જાયફળનો ભૂકો નાખી બરાબર મિક્સ કરી ઉતારી લેવું. હાથે ઘી લગાડી ગોળ લાડુ વાળવા. એક ડિશમાં ખસખસ મૂકી લાડુ ઉપર ખસખસની આછી છાંટ આવે એમ રગદોળવા.

indian food