15 June, 2025 06:58 AM IST | Mumbai | Darshini Vashi
ધ લવફૂલ્સ
આલીશાન અને વિન્ટેજ બંગલાની અંદર બેસીને રૉયલ રીતે સ્વાદિષ્ટ ફૂડની મજા માણવી કોને ન ગમે? પણ હવે એ શક્ય છે અને એના માટે મુંબઈની બહાર જવાની પણ જરૂર નથી કેમ કે હમણાં થોડા સમય પહેલાં જ બાંદરાના એક વિલેજમાં લગભગ ૧૫૦ જૂના બંગલાને એક રેસ્ટોરાંમાં ફેરવી દેવામાં આવ્યો છે જ્યાં ફૂડ તો વિદેશી ભૂમિનું મળે જ છે અને ફીલિંગ પણ રૉયલ જેવી આવે છે.
કદાચ ઘણા ઓછા લોકોને ખબર હશે કે લગભગ ૨૦ જેટલાં વિલેજથી બાંદરા બન્યું છે. જોકે આજે ગામડાં તો રહ્યાં નથી પણ એની યાદગીરી રૂપે ત્યાંનાં ઍન્ટિક મકાનો, ગલીઓ અને સ્મારકો બાંદરાનો ઇતિહાસ કેટલો સુંદર હશે એનું વર્ણન કરે છે. આ જ બધાં ગામડાંઓમાંનું એક ગામ એટલે રનવાર વિલેજ જ્યાં ૧૫૦ વર્ષ જૂનો બંગલો આવેલો છે. આ બંગલો પોર્ટુગીઝ શૈલીનો છે. બંગલાની અંદરનું આર્કિટેક્ચર પણ પોર્ટુગીઝ સ્ટાઇલનું છે અને એને હવે રેસ્ટોરાંમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. બંગલાની બહાર અલગ-અલગ જગ્યાએ ટેબલ ગોઠવવામાં આવેલાં છે. ખુરસી અને ટેબલ પણ એવાં જ પસંદ કરવામાં આવેલાં છે. અહીં બધું જ મળે છે. ઇન્ડિયન ડિશ તમારે મેનુમાં શોધવી પડે પણ વેસ્ટર્ન અને કૉન્ટિનેન્ટલ ફૂડ અહીં સૌથી વધુ ડિમાન્ડમાં રહે છે. અહીં વધારે અપર હાઈ ક્લાસ અને સેલિબ્રિટીઝ જોવા મળતા હોય છે. અહીં ઇનહાઉસ બેકરી પણ છે એટલે ઘણી બ્રેડ અને ડિઝર્ટ આઇટમ પણ મળી રહે છે. કૉફી ટ્રાય કરવા જેવી છે. હેઝલનટ કૅપુચીનો ઘણી લોકપ્રિય છે. આ સિવાય ચૉકલેટ પિનવ્હીલ, આમન્ડ ક્રૉસોં વગેરે ટેસ્ટ કરવા જેવાં છે.
ક્યાં છે? : ધ લવફૂલ્સ, રનવાર વિલેજ, બાંદરા (વેસ્ટ)