કૅપ્સિક્મ સ્ટફ રિંગ્સ

12 February, 2019 12:36 PM IST  |  | ધર્મિન લાઠિયા

કૅપ્સિક્મ સ્ટફ રિંગ્સ

કૅપ્સિક્મ સ્ટફ રિંગ્સ

આજની વાનગી

સામગ્રી

* ૫૦૦ ગ્રામ મોટાં કૅપ્સિક્મ મરચાં

* ૧૦૦ ગ્રામ ગાજર

* ૨૦૦ ગ્રામ બટાટા

* ૩૦ ગ્રામ બ્રેડ ક્રમ્બ્સ

* ૨૫ ગ્રામ પનીર

* ૨ નંગ લીંબુ

* અડધો કપ લીલા ધાણા

* ૧ ટેબલ-સ્પૂન આદું-મરચાની પૅસ્ટ

* ૧ ટી-સ્પૂન લસણની પેસ્ટ

* મીઠું, મરચું, ખાંડ, કૉર્ન ફલોર પ્રમાણસર

રીત

કૅપ્સિક્મની રિંગ્સ કાપી લેવી.

એક તપેલીમાં તેલ મૂકી એમાં ડુંગળી બદામી થાય એટલે ગાજરના કટકા, કૅપ્સિક્મના કટકા, મીઠું, આદું-મરચા-લસણની પેસ્ટ નાખી થોડી વાર પછી હલાવી ઉતારી લેવું.

આ પણ વાંચો : પનીર ચિલી

એક બોલમાં બટાટાનો માવો, ખમણેલું પનીર, બ્રેડ ક્રમ્બ્સ, લીલા ધાણા, મીઠું, મરચું, ચપટી ખાંડ, લીંબુનો રસ અને તૈયાર કરેલું મિશ્રણ નાખી હલાવવું. પછી કૅપ્સિક્મની રિંગ્સ હાથમાં લઈ એમાં મિશ્રણ દાબીને ભરવું. બન્ને હથેળીથી બરાબર દબાવવું. રિંગ્સને કૉર્ન ફ્લોરમાં રગદોળવી. પૅનમાં તેલ મૂકી શેકી લેવું. લીલી ચટણી, ગળી ચટણી સાથે સર્વ કરવું.

mumbai food indian food life and style