બૉલીવુડ એક્ટ્રેસિઝ પાસેથી પીળા રંગના સ્ટાઈલિશ આઉટફિટ્સ પહેરવાની ટિપ્સ

19 February, 2019 01:09 PM IST  | 

બૉલીવુડ એક્ટ્રેસિઝ પાસેથી પીળા રંગના સ્ટાઈલિશ આઉટફિટ્સ પહેરવાની ટિપ્સ

સોનમ કપૂર (ફાઈલ ફોટો)

બૉલીવુડ એક્ટ્રેસિઝ પણ આ સીઝનમાં યલૉ રંગના નવા શેડ્સ, પેટર્ન અને સ્ટાઈલિશ આઉટફિટ્સમાં જોવા મળે છે. જો તમે પણ તમારા વોર્ડરોબમાં બોલીવુડ એક્ટ્રેસેસની જેમ યલૉ આઉટફિટ્સ સામેલ કરવા માગો છો અને તેમના જેવી જ સ્ટાઈલિશ અને ટ્રેન્ડી દેખાવા માગો છો તો આ એક્ટ્રેસેસના લેટેસ્ટ યલૉ આઉટફિટ્સમાં ફેશનના ટ્રેન્ડ્સ જોવા મળે છે.

અંકિતા લોખંડે

ફિલ્મ મણિકર્ણિકાથી બૉલીવુડ ડેબ્યુ કરતી 'પવિત્ર રિશ્તા' ફેમ અંકિતા લોખંડે ભલે જ સીરિયલમાં સીધીસાદી વહુ જેવી દેખાતી હોય પણ અસલ જીવનમાં તે અત્યંત સ્ટાઈલિશ છે. અંકિતા લોખંડેએ તાજેતરમાં ફેશન ડિઝાઈનર કનિકા કપૂરનો ડિઝાઈન કરેલો યલૉ કેપ પહેર્યો હતો. ચિકનકારીથી સજાવેલ આ યલૉ કેપમાં અંકિતા બેહદ સ્ટાઈલિશ લાગતી હતી. અંકિતાએ આ કેપને વ્હાઈટ ટ્યૂબ ટૉપ અને બ્લૂ ડેનિમ જીન્સની સાથે ક્લબ કર્યું હતું. તમે પણ આ સ્ટાઈલ કૉપી કર શકો છો.

સોનમ કપૂર

સોનમ કપૂર બૉલીવુડ એક્ટ્રેસની સાથે સાથે મહિલાઓ માટે ફેશન આઈકૉન છે. તે જે પહેરી લે છે તે ફેશન બની જાય છે. તાજેતરમાં જ પોતાની ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'માં તે ફેશન બ્રાન્ડ 'ધ જોડીલાઈફ' દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ પીળા કલરની મલબરી સિલ્કની સાડીમાં જોવા મળી. સોનમની આ સાડી ફુલ હેન્ડ એમ્બ્રોઈડરીથી બનાવેલી છે. સોનમે સાડીની સાથે પર્લ ચોકર પહેર્યું હતું. જો તમને ડે પાર્ટીમાં જવું હોય તો તમે સોનમ કપૂરની જેમ પીળી એમ્બ્રોડરીવાળી સાડી સ્ટાઈલિંગ કરી શકો છો. આ તમને સિમ્પલ અને એલીગેન્ટ લુક આપશે.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા બૉલીવુડ ફિલ્મોમાં ઓછી જોવા મળે છે પણ ફેશન પોલીસ તેમનો પીછો ક્યારેય છોડતી નથી કારણકે તે ખૂબ જ સ્ટાઈલિશ છે. તમન્નાએ તાજેતરમાં જ ફેશન ડિઝાઈનર સુકીર્તી એન્ડ આકીર્તીએ ડિઝાઈન કરેલ શરારા સૂટ પહેર્યો હતો. વાઈબ્રન્ટ યલૉ કલરનું આઉટફિટ તેના પર ખૂબ જ સુંદર લાગતો હતો. આ સુટ પર તમન્નાએ ચિકનકારી કરેલ દુપટ્ટો લીધો હતો. જો તમે પણ સ્પ્રિંગ સીઝનમાં પોતાના વૉર્ડરોબમાં કંઈક એથનિક સામેલ કરવા માગો છો તો આ શરારા સૂટ ખૂબ જ સારો વિકલ્પ છે.

આ પણ વાંચો : વ્યસ્ત બ્રાઈડ્સ માટે ખૂબ જ ઉપયોગી છે આ 7 ટિપ્સ

ક્યારા અડવાણી

શૉર્ટ ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ'થી પોપ્યુલર થયેલી ક્યારા અડવાણી પણ બૉલીવુડ ફેશનીસ્ટા છે. ઓકેઝન પ્રમાણે પોતાના કેવી રીતે ડ્રેસઅપ કરવું તે ક્યારાને સુપેરે ખ્યાલ છે. તાજેતરમાં જ ક્યારાએ પોતાની ફિલ્મ પ્રમોશન ઈવેન્ટ દરમિયાન લેબલ અનુશ્રી દ્વારા ડિઝાઈન કરેલ આઉટફિટ પહેર્યું હતું. પીળા કલરના લૉન્ગ સ્કર્ટ અને બ્લાઉઝ ટૉપમાં તે ખૂબ જ એલીગેન્ટ દેખાતી હતી. જો કે સ્પ્રિંગ સીઝનમાં તમે ક્યારા અડવાણીની સ્ટાઈલ પણ કૉપી કરી શકો છો.

fashion fashion news life and style bollywood bollywood gossips