ગરમીમાં ટ્રાય કરો મેંગો ફેસ માસ્ક, જે છે ગુણકારી

16 April, 2019 02:58 PM IST  | 

ગરમીમાં ટ્રાય કરો મેંગો ફેસ માસ્ક, જે છે ગુણકારી

મેંગો ફેસ માસ્ક

જો તમારી સ્કિન પર પિમ્પલ વધતા જઈ રહ્યા છે અને ખાસ કરીને ગરમીમાં પસીનાથી ચહેરાનો હાલ બેહાલ થઈ જાય છે. લાખ પ્રયત્નો બાદ પણ તમારા ચહેરાના પિમ્પલ ઓછા નથી થઈ રહ્યા તો તમને આ ગરમીમાં ફળોના રાજા કેરીથી બનનારા આ ફેસ માસ્ક વિશે બતાવી રહ્યા છે. જો કે, ઘરેલું ઉપચાર સાથે કોઈ પણ વ્યક્તિને કોઈ નુકસાન નથી. મેંગો ફેસમાસ્ક ખૂબ ફાયદાકારક છે. કેરીમાં વિટામીન એ અને સી હોય છે જે તમારી ત્વચા પર કરચલીને દૂર કરે છે અને સાથે તમારી સ્કિનને ગ્લોઈંગ પણ બનાવે છે અને ચહેરાના દાગ પણ દૂર કરે છે. એના સિવાય તડકાથી બચવા તમારી સ્કીન માટે કેરી ઘણી ફાયદેમંદ હોય છે.

મેંગોથી પિમ્પલ માટે આવી રીતે બનાવો ફેસ માસ્ક

કેરી ફળોનો રાજા એમ જ નથી કહેવાતો. આ કેરી જેટલી ટેસ્ટી છે એટલી ફાયદેમંદ પણ છે. તમે તમારી સ્કિનની ગ્લો વધારવામાં પણ મદદ કરે છે. કેરીમાં વિટામીન A અને C સિવાય એન્ટિ ઑક્સિડેન્ટની ક્વાલિટી પણ છે જે ગરમીમાં તડકાથી તમારી ત્વચાને પ્રોટેક્ટ કરે છે. પિમ્પલની સમસ્યા માટે ઘરે જ આવી રીતે ફેસ માસ્ક બનાવો

કેરીનો પલ્પ - 2 ચમચી
ગુલાબજળ - થોડું પેસ્ટ બનાવવા માટે
મુલતાની માટી - 1 ચમચી

એક વાટકામાં કેરીનો પલ્પ નાખો પછી તમે એમાં મુલતાની માટી નાખો અને થોડુ-થોડુ ગુલાબજળ નાખીને પેસ્ટ તૈયાર કરી લો. હવે તમે આ ફેસ માસ્કને પોતાના ચહેરા પર લગાવો અને સૂકાવા દો. 15-20 મિનિટ બાદ જ્યારે તમારો ફેસ પેક સૂકાય જાય પછી તમે સાફ પાણીથી ચહેરો ધોઈ લો. તમે એક દિવસ છોડીને આ ફેસ માસ્કને લગાવો. ન ફક્ત પિમ્પલ ગાયબ થઈ જશે, તમારા ચહેરાના દાગ પણ નીકળી જશે.

એન્ટી ટેન મેંગો ફેસ પેક

કેરી તમારી ત્વચા પર થઈ રહેલા તડકાની અસરને પણ ઓછી કરે છે. કડક તડકાથી તમારી સ્કિન ટેન થઈ જાય છે. આવા મોસમમાં જોતમે તમારી ત્વચા પર ઘરેલું ઉપચારનો ઉપયોગ કરશો તો ત્વચા પર ગ્લો બનેલું રહેશે. મેંગો ગરમીમાં બહુ જ ફાયદેમંદ છે. તડકાથી ખરાબ થઈ રહેલી ત્વચા માટા તમે ઘરે આવી રીતે બનાવો ફેસ માસ્ક

મેંગો પલ્પ - 1 ચમચી
બેસન - 2 ચમચી
બદામ પાવડર - 2 ચમચી
મધ - 1 ચમચી

એક વાટકો લો અને એમાં ઉપર લખેલી બધી સામગ્રી નાખીને મિક્સ કરી લો. થીક પેસ્ટ બનાવીને ગુલાબજળ ભેળવી દો. સરખી રીતે મિક્સ કરીને ટેન થયેલી ત્વચા પર લગાવી લો. તમે એને લગાવીને જ્યાં સુધી ન સૂકાય જાય ત્યા સુધી લગાવી રોખો. સૂકાય ગયા બાદ પાણીથી ધોઈને સાફ કરી લો.

આ પણ વાંચો : નેઇલ આર્ટ પછી હવે આવ્યો લિપ આર્ટનો ટ્રેન્ડ

આ બન્ને ઘરેલુ ઉપચાર બહુ જ સરળ છે અને એટલો જ ફાયદેમંદ પણ છે. આ પેકને તમે તમારી ત્વચા પર લગાવીને ગ્લો મેળવી શકો છો. ગરમીમા મેંગો ખાવાને બદલે એક વાર ચહેરા પર લગાવી પણ જુઓ તમને જરૂર પસંદ આવશે આ ટિપ્સ.

life and style