ભારતીય લગ્ન માટેની આ થિમ્સ, ગુજરાતીઓમાં પણ બની રહી છે લોકપ્રિય

21 February, 2019 06:27 PM IST  | 

ભારતીય લગ્ન માટેની આ થિમ્સ, ગુજરાતીઓમાં પણ બની રહી છે લોકપ્રિય

થીમ વેડિંગ માટેની તસવીરો

ભારત એ તહેવારોનો દેશ પણ કહેવાય છે. જ્યારે હવે ભારતમાં લગ્ન પ્રસંગો પણ તહેવારની જેમ ઉજવાય છે. ત્યારે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. આવા શુંભ પ્રસંગે કઈ થિમમાં લગ્ન કરવા તે વિચારતા હશો તો તમારી માટે નવી થિમ્સની જોગવાઈ થઈ ગઈ છે. એવી વેડિંગ થિમ્સ જે સૌનાં મન લલચાવશે.

ફેરી ટેલ વેડિંગ

દેશના વિવિધ વિસ્તારોમાં જુદી જુદી રીતે લગ્ન થતાં હોય છે. તેમાંથી તમે કઈ થિમને લઈને ઉત્સાહિત છો તે માટે તમારી સામે વધુ પર્યાયો આપવા જઈ રહ્યા છીએ. કેટલીક જગ્યાઓએ સામાન્ય રીતે લગ્ન થતાં હોય છે તો કેટલાક લગ્ન પ્રસંગોને ધામધૂમ તેમજ જલસાથી ઉજવવામાં આવે છે. અહીં લગ્ન પ્રસંગે પોતાની જાહોજલાલી બતાવવાનું પણ ચલણ તો છે જ. તો લગ્નની સીઝનમાં બધાંને કંઈક ને કંઈક નવું કરવું હોય છે અને અત્યારના સમયમાં થીમ વેડિંગ ખૂબ જ પ્રચલિત છે. તો આવો જાણીએ કઈ થીમ તમને કઈ રીતે લલચાવે છે.

રાજસ્થાની વેડિંગ થીમ, જાણો શું છે ખાસ

રાજસ્થાની વેડિંગ

રાજસ્થાની વેડિંગ થીમમાં લગ્નને 'અપનો રાજસ્થાન' જેવો ટચ આપવામાં આવે છે. રાજસ્થાની થીમ ખૂબ વખણાય છે. વેડિંગ વેન્યુ અને ડેકોરેશનમાં ખુશન અને બૉસ્ટર્સની સાથે લોવર ફ્લોરિંગ જેવા કલરફુલ પોસિબલ ડેકોરેશન માટે વાપરવામાં આવે છે. માટીના મોટા વાસણ, ફુલદાનીઓ, માટીના વિંડ ચાઈમ્સ, લાકડાની મૂર્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ રાજસ્થાની લોકગીત અને નૃત્યનું આયોજન પણ કરવામાં આવે છે. કઠપુતળી શો દ્વારા તમારા મહેમાનોનું મનોરંજન કરાશે. દુલ્હન પારંપરિક રાજપૂતી લહેંગો અને કુંદનના ઘરેણાં પહેરે છે અને દુલ્હનની વિદાય પણ ડોલીમાં કરવામાં આવે છે.

રૉયલ વેડિંગ થીમ

રૉયલ વેડિંગ નામ પરથી જ થીમનો ખ્યાલ તો આવી જ ગયો હશે. રૉયલ વેડિંગ પર બનાવેલી થીમમાં તમે શાહી ઠાઠમાઠ પ્રમાણેના લગ્નનો અનુભવ કરી શકશો. આ પ્રકારની વેડિંગમાં કપલને રજવાડા સ્ટાઈલમાં તૈયાર કરવામાં આવે છે. રૉયલ સ્ટાઈલ વેડિંગના વેન્યૂ માટે પણ કોઈક રાજમહેલની પસંદગી કરવામાં આવે છે. આ માટે રાજાઓના મહેલ, ફાઈવ સ્ટાર હોટેલ કે રિઝોર્ટની પસંદગી કરવામાં આવે છે. આ થીમમાં ડિજેના બદલે લાઈવ શરણાઈઓ અને નગાડા વગાડાય છે. આવા પ્રકારની થીમમાં મેન્યુ પણ રૉયલ હોય છે. જમવામાં ભવ્યતાનો અનુભવ થાય છે. આ પ્રકારની વેડિંગમાં ડ્રિંક્સ સર્વ કરવા માટે પણ ધાતુઈ વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો : વાંચો, કેવી રીતે શરૂ થઈ લગ્નની પરંપરા ? આ હતું કારણ

લખનઉ વેડિંગ થીમ

લખનઉ વેડિંગ થીમ

ક્લાસિક લખનઉ થીમનો અર્થ એક નવાબી થીમથી થતાં લગ્ન સાથે છે. આ પ્રકારની થીમ માટે એક સુંદર હવેલી, ફાઈવ સ્ટાર હોટેલ કે રિઝોર્ટ વેડિંગ વેન્યુ માટે પર્ફેક્ટ છે. લગ્નની સજાવટ પણ મુગલ થીમબેઝ્ડ હોય છે, જેમાં ઝૂમર, લાલટેન અને લાલ ગુલાબ લગાડવામાં આવે છે. લખનઉ વેડિંગ થીમમાં અત્તર અમે ગજરા સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે.

fashion news fashion life and style