પ્રખ્યાત ફ્રેન્ચ ડિઝાઈનર પેર કાર્દોંનું 98 વર્ષે થયું નિધન

30 December, 2020 05:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રખ્યાત ફ્રેન્ચ ડિઝાઈનર પેર કાર્દોંનું 98 વર્ષે થયું નિધન

પેર કાર્દોં. તસવીર સૌજન્ય - મિડ-ડે

પ્રખ્યાત ફ્રેન્ચ ડિઝાઈનર પેર કાર્દોંનું નિધન થયું છે. ફ્રેન્ચ એકેડમી ઑફ ફાઈન આર્ટ્સે મંગળવારે તેમના મૃત્યુની જાણકારી આપી છે. તેઓ 98 વર્ષના હતા. કાર્દોં પોતાની પ્રખ્યાત સ્પેસ એઝ સ્ટાઈલના કારણે 1960-70 દરમિયાન ફૅશન જગતમાં ફૅમસ થયા હતા અને તેમના નામનો ઉલ્લેખ ઘણા ઉત્પાદનો પર કરવામાં આવ્યો હતો.

કાર્દોંના નામ પર કાંડાની ઘડિયાળોથી લઈને ચાદર સુધી હજારો ઉત્પાદનો

ફ્રેન્ચ એકેડમી ઑફ ફાઈન આર્ટ્સે ટ્વીટ કરીને કાર્દોંના નિધનની જાણકારી આપી છે. જોકે એકેડમીએ એ નથી જણાવ્યું કે મોત કયા કારણોસર થયું છે અને નિધન ક્યારે અને ક્યાં થયું. કાર્દોંનું નામ કાંડા ઘડિયાળોથી લઈને ચાદર સુધી હજારો ઉત્પાદનો પર લખાયેલું છે.

કાર્દોંના ઉત્પાદનો પર એમના સુંદર હસ્તાક્ષર રહેતા હતા

1970થી 80ના દાયકાની સૌથી મોટી બ્રાન્ડમાંથી એક પ્રખ્યાત પેર કાર્દોંના ઉત્પાદનો પર એમના સુંદર હસ્તાક્ષર જોવા મળતા હતા અને આવા ઉત્પાદનો વિશ્વભરમાં લગભગ એક લાખ આઉટલેટ્સમાં વેચાતા હતા, પરંતુ પછીના વર્ષોમાં એમાં કમી આવવા લાગી અને એવું કહેવામાં આવતું કે આ સસ્તા છે. તેમ જ તેમનો પહેરવેશ દાયકાઓ બાદ પણ પહેલા જેવા જ રહેતો હતો.

કાર્દોંનો જન્મ ઈટાલીના એક શ્રમજીવી પરિવારમાં થયો હતો

કાર્દોંનો જન્મ સાત જૂલાઈ 1922ના ઈટાલીના વેનિસમાં એન નાન શહેરમાં એક શ્રમજીવી પરિવામાં થયો હતો. બાદમાં તેમનો પરિવાર ફ્રાન્સ આવી ગયો અને કાર્દોં 14 વર્ષની ઉંમરે ટેલર બની ગયા.

life and style fashion fashion news