એનરીચ સલૂન્સમાં કર્મચારીઓ તથા ગ્રાહકોની કાળજી પ્રાથમિકતા

24 July, 2020 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

એનરીચ સલૂન્સમાં કર્મચારીઓ તથા ગ્રાહકોની કાળજી પ્રાથમિકતા

એનરીચ સલૂન્સ

કોરોના વાઇરસને કારણે બધાં ઉદ્યોગો પર અસર પડી છે અને સલૂન ઉદ્યોગ જેમાં સતત હ્યુમન કોન્ટેક્ટ હોય છે તેની પર પણ રોગચાળાની ઘેરી અસર પડી છે. લોકો જે પણ આ ઉદ્યોગમાં છે તેમને માટે ત્રણ મહિનાનો સમય કોઇપણ કામ વગર આસાન નથી રહ્યો. લોકડાઉનમાં જુદા જુદા ક્ષેત્રનાં એચઆર વિભાગ માટે બહુ મુશ્કેલ બન્યું છે પણ તેમણે કર્મચારીઓને મદદ કરવા માટે સતત પ્રયાસ કર્યો છે.

સલૂન ક્ષેત્રે અગ્રણીએ એવા એનરીચમાં પણ કર્મચારીઓનું બહુ જ ધ્યાન રખાય છે. વળી આ સમયમાં કર્મચારીઓ સાથે સંપર્ક બનાવી રખાય અને તેમને પ્રોત્સાહન મળે એ માટે પણ એનરીચ સલૂન દ્વારા વર્ચ્યુઅલી ગુડી પાડવાની ઉજવણી કરાઇ હતી. આવી નવી પહેલ અંગે માહિતી આપતા એનરીચના ડિરેક્ટર ભુપેશ ડિંગરે કહ્યું કે, “એનરીચની એચ આર ટીમે ‘મેરા ડૉક્ટર’ પહેલથી ચોવીસ કલાક હેલ્પલાઇન પણ ઉપલબ્ધ કરી છે જેથી કર્મચારીઓને જરૂર પડ્યે મદદ મળી રહે. વળી કર્મચારીઓના કુટુંબની કાળજી લેવા માટે સબઅર્બન ડાયગ્નોસ્ટિક સાતે ટાઇ અપની પ્રક્રિયા શરૂ કરી છે અને કોવિન કેર લિવ્ઝની સગવડ પણ એચઆરે ખડી કરી છે. અનલૉકની પ્રક્રિયામાં એનરીચ સલૂને ઑફિસ સેનિટાઇઝેશનની અલગ અલગ પ્રક્રિયાઓ અનુસરી છે અને કર્મચારીના સ્વાસ્થ્ય ઉપરાંત આવનારા ગ્રાહકોના સ્વાસ્થ્યની સલામતીનું પણ અહીં પુરું ધ્યાન રખાય છે. એનરીચના સલૂન્સ તમામ માટે સંપુર્ણપણે સુરક્ષિત હોય તે જ રીતે બધી કામગીરી પાર પાડવામાં આવે છે.”

fashion