તમારી મેકઅપ કિટને સુરક્ષિત રાખો વાઇરસ અને બૅક્ટેરિયાથી

07 April, 2020 05:02 PM IST  |  Mumbai | RJ Mahek

તમારી મેકઅપ કિટને સુરક્ષિત રાખો વાઇરસ અને બૅક્ટેરિયાથી

મેકઅપ કિટ

તમારી મેકઅપ કિટને સુરક્ષિત રાખો વાઇરસ અને બૅક્ટેરિયાથી

આપણે ઘણી વાર આપણાં કૉસ્મેટિક્સ અને બ્યુટી પ્રોડક્ટ્સ આપણા ફૅમિલી મેમ્બર્સ કે ફ્રેન્ડ્સ સાથે શૅર કરતા હોઈએ છીએ અને એનાથી ઘણી વાર આપણે ઍક્ને, પિમ્પલ કે સ્કિન ઇન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે. તો ચાલો જાણીએ કેટલીક ટિપ્સ

 ૧. લિપસ્ટિક

બુલેટ લિપસ્ટિક હોય કે લિક્વિડ લિપસ્ટિક, પણ એ આપણે કદી બીજા સાથે શૅર ન કરવી જોઈએ અથવા બીજાની આપણે ન વાપરવી જોઈએ, કારણ કે લિપસ્ટિક સીધી જ હોઠના સંપર્કમાં આવે છે. આથી ઇન્ફેક્શન થવાનો ભય રહે છે. લિપ્સની સ્કિન ડ્રાય થઈ શકે છે કે સ્કિન પરથી પોપડીઓ પણ નીકળે છે.

૨. લિપબામ

લિપબામનું પણ લિપસ્ટિક જેવું છે. બે પ્રકારના લિપબામ આવે છે. એક લિપસ્ટિક જેવા જે તમે સીધા હોઠ પર લગાવી શકો, જે કદી બીજાના ન વાપરવા જોઈએ પછી એ ઘરના જ સભ્યો  કેમ ન હોય. અને બીજા પ્રકારના લિપબામ ટબ ફૉર્મમાં છે જેમાં આંગળી ડિપ કરી લિપ્સ પર લગાવવાની હોય છે ત્યારે આપણા હાથ અને નખ  સાફ હોવા ખૂબ જરૂરી છે.

૩. બ્યુટી-પાર્લર વાઇરસ અને બૅક્ટેરિયાનું ઘર

બ્યુટી-પાર્લર સ્વર્ગ હોય છે વાઇરસ અને બૅક્ટેરિયા માટે. ત્યાં ઘણીબધી વસ્તુઓ એવી હોય છે જે એકસાથે ઘણાબધા લોકો પર વાપરવામાં આવતી હોય. નૅપ્કિન્સ, વૅક્સિંગ સ્ટ્રિપ્સ વગેરે સાફ અને એક જ વાર વપરાય એમ હોવું જોઈએ. ત્યાંની સાફસફાઈ પણ ખૂબ મહત્ત્વની છે.

૪. આઇ ઇન્ફેક્શન

મસ્કરા‍, કાજલ કે આઇલાઇનર બીજાના ઉપયોગ કરેલા તમે વાપરો તો આંખનું ઇન્ફેક્શન થવાનો ભય રહે છે. જેમની આંખો ખૂબ સેન્સિટિવ હોય તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો આંખમાં ખંજવાળ આવે કે આંખમાંથી પાણી નીકળે કે આંખ લાલ થવાનો ભય રહે છે

૫ ટેસ્ટર્સથી સાચવવું

આપણે કોઈ મેકઅપ ખરીદતાં પહેલાં મૉલ કે સ્ટોરમાં એને ટેસ્ટ કરીએ છીએ એને ઘણાબધા લોકો પર વાપરવામાં આવેલા હોય છે એટલે એને પોતાના પર વાપરતાં પહેલાં ધ્યાન રાખવું કે તમને ઍક્ને, પિમ્પલ કે બીજાં કોઈ સ્કિન ઇન્ફેક્શન ન હોય.

૬.  મેકઅપ બ્રશની સંભાળ

મિનિમમ મહિનામાં એક વાર બ્રશ અને મેકઅપના ટૂલ્સ, સ્પન્જ વગેરેની સાફસફાઈ ખૂબ જરૂરી છે. મેકઅપ અને બ્યુટી પ્રોડક્ટ્સ બને ત્યાં સુધી ઠંડી અને તડકો ન આવે એવી જગ્યાએ રાખો જ્યાં ધૂળ કે ભેજ ન લાગે.

૭. ગ્રૂમિંગ પ્રોડક્ટ્સ

ટૂથબ્રશ, ટંગ ક્લીનર, રેઝર, બાથ સ્પન્જ કે લૂફા, કાંસકા, ટુવાલ વગેરે પર્સનલ હાઇજીન પ્રોડક્ટ્સ પણ કોઈ સાથે શૅર નહીં કરવી જોઈએ.

fashion fashion news rj mahek