જાણો મેકઅપ સાથે જોડાયેલી ગેરસમજણો અને તે વિશેનું સત્ય

10 March, 2019 04:23 PM IST  | 

જાણો મેકઅપ સાથે જોડાયેલી ગેરસમજણો અને તે વિશેનું સત્ય

મેકઅપ વિશેના સત્ય અને તથ્ય

મેકઅપ સાથે જોડાયેલી કેટલીક ગેરસમજણો જેને આપણે આપણા રોજિંદા જીવનમાં પણ અનુસરતાં હોઈએ છીએ. સાથે જ જુદાં જુદાં લોકો પોતાના અનુભવોના આધારે પણ કેટલાક પ્રકારની સલાહો આપતા હોય છે. પણ કોની સલાહ માનવી અને કોની અવગણવી તેને લઈને કેટલીય અસમંજસ થતી હોય છે.

મિથ : મોંઘા પ્રૉડક્ટ સારા હોય છે.
હકીકત : બધી બ્રાન્ડમાં સારા અને ખરાબ પ્રૉડક્ટ્સ હોય છે. એ જરૂરી નથી કે મોંઘા પ્રૉડક્ટ્સ સારી ગુણવત્તા ધરાવે છે. તમારે કૉસ્મેટિક્સની પસંદગી કરતી વખતે તેની સામગ્રીનું ધ્યાન રાખવું જરૂરી છે.

મિથ : પોતાના માથા અને ગાલના કલર સાથે મેચ એવા ફાઉન્ડેશનની પસંદગી કરવી
હકીકત : પર્ફેક્ટ ફાઉન્ડેશન શોધવું એ મેકઅપનો સૌથી મુશ્કેલ કાર્ય છે. એક તરફ ચોક્કસ રીતે મેચિંગ ફાઉન્ડેશન તમારા લુકને વધુ સુંદર બનાવી શકે છે તો બીજી બાજુ ફાઉન્ડેશનનો અયોગ્ય વિકલ્પ તમારા લુકને સાવ બગાડી શકે છે. એવામાં સલાહ એ આપવામાં આવે છે કે તમારી ડોક અને ચહેરાના રંગ સાથે મેળ ખાતાં ફાઉન્ડેશનની પસંદગી કરવી અને આ સિવાય ધ્યાન રાખવું કે કૃત્રિમ પ્રકાશની જગ્યાએ પ્રાકૃતિક પ્રકાશમાં ફાઉન્ડેશનની પસંદગી કરવી.

આ પણ વાંચો : તમારા બૉડી ટાઈપ પ્રમાણે કરો તમારા કપડાંની પસંદગી અને મેળવો સ્ટાઈલિશ લુક

મિથ : મેકઅપ પ્રોડક્ટ્સની એક્સપાયરી ડેટ નથી હોતી.

હકીકત : શું તમે કૉસ્મેટિક્સ ખરીદતી વખતે એક્સપાયરી ડેટ ચેક કરો છો? આપણામાંથી મોટા ભાગના લોકો આ તારીખની તપાસ કરતાં નથી. કારણકે માનવામાં આવે છે મેકઅપ પ્રૉડક્ટ્સની કોઈ સમય મર્યાદા નથી હોતી. જ્યારે હકીકત એ છે કે કૉસ્મેટિક પ્રૉડક્ટ્સની એક્સપાયરી ડેટ હોય છે અને કોસ્મેટિક પ્રૉડક્ટ્સ પર તેનો ઉલ્લેખ પણ હોય છે.

fashion news fashion beauty and the beast