જાણીતી મોડલ રિયા સુબોધ શેર કરે છે એક સમાન્ય માણસની ગર્વીષ્ઠ દિકરીની વાત

05 June, 2020 11:42 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જાણીતી મોડલ રિયા સુબોધ શેર કરે છે એક સમાન્ય માણસની ગર્વીષ્ઠ દિકરીની વાત

રિયા સુબોધે પિતાએ માસ્ક બનાવવા અંગેનું જે સ્ટાર્ટ અપ લોન્ચ કર્યું છે તેની વાત કરી હતી.

M tvનાં મોડલ હંટ શો ઇન્ડિયાઝ ટોપ મોડલ હંટની ત્રીજી સિઝનથી ખુબ પૉપ્યુલર થયેલી મોડલ રિયા સુબોધે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક બહુ ટચિંગ સ્ટોરી શેર કરી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કર્યું હતું કે તે એ સામાન્ય ટેલર એટલે કે દરજીકામ કરનાર વ્યક્તિની ગર્વીલી દીકરી છે અને તેના પિતાએ માસ્ક બનાવવા અંગેનું જે સ્ટાર્ટ અપ લોન્ચ કર્યું છે તેની વાત કરી હતી. તેણે પોતાના ફેન્સને અરજી કરી છે કે તેના પિતાએ બનાવેલા વાજબી કિંમતે વેચાતા માસ્ક્સ પર એક વાર નજર ચોક્કસ કરે.

વળી તેણે માસ્ક શા માટે પહેરવા જરૂરી થઇ ગયા છે તેની વાત કરી છે. પોતે મોડલ હોવાને નાતે તેણે તેના પિતાને પુછ્યું કે શું તે એવા માસ્ક બનાવી શકે છે જે ડિઝાઇનર અને સ્ટાઇલિશ લાગે તો તેના પિતાએ તેને હા કહી અને પિતા અને દિકરીએ મળીને ડિઝાઇનર માસ્કનાં કોન્સેપ્ટ પર કામ કર્યુ અને તેનું પરિણામ સરસ મજાના કોટનનાં માસ્ક બન્યા. અલગ અલગ પ્રિન્ટ અને મલ્ટી ડિઝાઇન્સ વાળા આ માસ્કની તસવીરો અને વિગતો શેર કરી રિયાએ લોકોને અપીલ કરી છે કે તેઓ આ માસ્ક ખરીદે કે ન ખરીદે મુદ્દો એ છે કે તમામ મેઇડ ઇન ઇન્ડિયા માસ્ક જ ખરીદે અને આમ વોકલ ફોર લોકલનાં વિચારને પણ ગતિ આપે.

fashion