દરેક ઉંમરના લોકો અને સ્કીન ટોન પર સારી લાગે છે આ પ્રિન્ટ

10 September, 2019 07:19 PM IST  |  મુંબઈ

દરેક ઉંમરના લોકો અને સ્કીન ટોન પર સારી લાગે છે આ પ્રિન્ટ

વર્ષ 1960ના મધ્યમાં યુએસમાં ટાઈ અને ડાઈનો ટ્રેન્ડ હતો. આ હિપ્પી ફેશન હતી. તે સમયે હિપ્પી વિયતનામ યુદ્ધનો વિરોધ કરતા હતા. વિરોધ માટે તેમણે પોતાના આઉટફિટ્સનો ઉપયોગ પ્રતીક તરીકે કર્યો. તેઓ વાઈબ્રન્ટ કલરના અને ડિઝાઈનના કપડા પહેરતા હતા, જેન ટાઈ એન્ડ ડાઈ કહેવાય છે. જો કે આ પહેલા પણ વેસ્ટર્ન ફેશનમાં બાટિક આર્ટ હતું પરંતુ 1970થી 1990 વચ્ચે ટાઈ ડાઈ ફેશન તરીકે સામે આવ્યું. ક્યારેક રોક બેન્ડના ગ્રુપે તે પહેર્યું તો ક્યારેક ડિસ્કોયુગમાં તેનો ટ્રેન્ડ થયો.

શાંતિ-આઝાદીનું પ્રતીક

ત્યારથી લઈને અત્યાર સુધી ટાઈ ડાઈ ફેશનમાં ઘણા ફેરફાર થયા છે. તેમાં ચમકીલા પણ આંખોને ન ખૂંચે એવા રંગથી લઈને ફેબ્રુક અને શેપ્સમાં પણ ફેરફાર થયા છે. ડિઝાઈનર્સનું માનવું છે કે ટાઈ ડાઈ હાલના સમયમાં સામાજિક વિષમતા અને ઉગ્ર રાજકારણ વિરુદ્ધ શાંતિ, આશા અને સ્વતંત્રતાનું પ્રતીક છે. જાપાનમાં પહેલા નેચરલ ટાઈ ડાઈ શિબોરી ચલણમાં હતું. ભારતમાં પણ તે ખૂબ જુનું છે. 1980-90ના દયાકમાં રાજસ્થાનમાં તેનો ટ્રેન્ડ હતો. આપણે ત્યાં પેઈન્ટિંગ્સમાં ટાઈ ડાઈનો ઉપયોગ થયો છે.

ચુરલ ફેશન

દરેક સમયમાં ફેશન બદલાય છે અને લોકોને કંઈક જુદુ જોઈએ છે. હવે હેન્ડીક્રાફ્ટ ટેક્નિક્સ પોપ્યુલર થઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગમાં ફેશનમાં 'નો વેસ્ટ અને નેચરલ' જેવા નારા બુલંદ કર્યા છે. ફેશન ઈન્ડસ્ટ્રી સસ્ટેનેબલ ફેશનની જેમ આગળ વધી રહી છે. સ્પષ્ટ છે કે તેમાં બાટિક, ટાઈ ડાઈ જેવી ફેશનની લોકપ્રિયતા વધી રહી છે. તેમાં નેચલ ટાઈ ડાઈને પ્રોત્સાહન મળી રહ્યું છે.

નિષ્ણાતોનું માનવું છે કે હેન્ડલૂમ, ખાસ કરીને ખાદીમાં સારી કલર ઈન્ટેન્સિટી આવે છે. કપડા પર પણ આધાર છે કે તેનું રિઝલ્ટ કેવું આવશે. આ કામ મહેનતનું છે, એટલે ખૂબ ઓછા લોકો તેનું કામ કરે છે, અને તે મોંઘું છે. નેચરલ ડાઈ ખાદી સિવાય દરેક ફેબ્રુક પર નથી ચડતું.

હૉટ કૂલ ફેશન

સ્પ્રિંગ-સમર 2019 કેટ વોક્સમાં ટાઈ ડાઈ ટ્રેન્ડ છવાયેલો છે. રંગબિરંગી પ્રિન્ટસ જ્યારે હાઈ સ્ટ્રીટમાં દેખાય છે. ટાઈ ડાઈ ફક્ત ટી શર્ટ્સ સુધી સીમિત નથી, તેમાં લોંગ ડ્રેસ, ડેનિમ શોર્ટ્સ, કુર્તી, સાડી, વર્ક ફ્રેન્ડલી શર્ટસ, જેકેટ્સ, કોટ્સ જીન્સમાં પણ દેખાય છે. સિમ્પલ બ્લૂ ઝીન્સ સાથે લૂઝ ફિટિંગ ટાઈડાઈ ટોપ પહેરી શકો છો અથવા પૈચી એસિડ વૉશ ટાઈ ડાઈ જીન્સ સાથે સિમ્પલ ક્રોપ ટોપ. તેનો અંદાજ સાવ અલગ જ લાગશે. મોજ મસ્તીનો માહોલ હોય તો ટાઈ ડાઈ ટોપ બોટમ પહેરી શકો છો. આ ઉપરાંત હેન્ડબેગ, બેગ પેક, રેનબો પેસ્ટલ બીચ વેર, સિમ્પલ ટી, કલરફૂલ બકેટ હેટ કે સ્નીકર્સમાં પણ ટાઈડાઈ ફેશન છવાયેલી છે.

fashion fashion news tips