ઑફિસમાં નથી દેખાવું બહેનજી! તો એથનિક લુક માટે અપનાવો આ ટિપ્સ

24 December, 2018 07:20 PM IST  | 

ઑફિસમાં નથી દેખાવું બહેનજી! તો એથનિક લુક માટે અપનાવો આ ટિપ્સ

એથનિક વેઅરમાં પણ તમારા લુકને બહેનજીમાંથી સ્માર્ટમાં ફેરવો

અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક એવી ટિપ્સ, જે તમારા લુકને બહેનજીમાંથી સ્માર્ટમાં ફેરવી નાખશે. સ્માર્ટ દેખાવું સૌને ગમતું હોય છે. ખાસ તો બહેનજી ટાઈપ્સ ન દેખાવા માટે સ્ત્રીઓ ઑફિસમાં એથનિક ડ્રેસનો સમાવેશ ઘટાડતી હોય છે. અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક એવી ટિપ્સ, જે તમારા લુકને બહેનજીમાંથી સ્માર્ટમાં ફેરવી નાખશે. તો ફટાફટ નીચે વાંચી લો ઓફિસમાં એથનિક લુક અપનાવવા શું કરવું જોઈએ ?

ઑફિસમાં શું પહેરવું ? મહિલાઓ આ બાબતે ઘણી મુંઝવણ અનુભવતી હોય છે કે ઑફિસમાં પહેરવામાં આવતાં વસ્ત્રોમાં તે સ્માર્ટ કઈ રીતે દેખાઈ શકે છે. ઘણી સ્ત્રીઓને એથનિક વેઅર ગમતાં હોય છે પણ તેઓ એ વિચારથી હેરાન થતી હોય છે કે વેસ્ટર્નના સ્થાને એથનિક લુક વધુ સ્માર્ટ નહીં લાગે. જો તમે કેટલીક સરળ વસ્તુઓ અપનાવો તો એથનિક વેઅરમાં પણ તમે સ્માર્ટ રીતે ડ્રેસ-અપ થઈને જઈ શકો છો.

કુર્તા, નહીં લાગે બહેનજી જેવા

ઑફિસમાં પ્લેન, પ્રિન્ટેડ, લૉન્ગ, ફિટેડ કે લૂઝ બધાં પ્રકારનાં કુર્તા કૂલ લાગશે, જો તમે તેને પરફેક્ટ કૉમ્બિનેશન સાથે પહેરો. જો સમે તમારો દેખાવ થોડો ફોર્મલ જ ઈચ્છતા હોવ તો એમ્બ્રોઈડરીવાળો કુર્તો સરસ લાગશે. ત્યાં જ સિમ્પલ સ્ટ્રેટ કટ કુર્તો પણ ઘણો ઈમ્પ્રેસિવ લાગી શકે છે.


અનારકલી પેટર્નના કુર્તા


ટ્રાય કરો અનારકલી સૂટ્સ

ઑફિસ પ્રમાણે કેટલાક અનારકલી પેટર્નના કુર્તા પણ પહેરી શકાય છે. જો તેમાં કોઈ હેવી વર્ક ન હોય, તો તમે સરળતાથી તેવા કુર્તા પહેરીને તમારા કર્યસ્થળે જઈ શકો છો. પણ જો તમે ઓવરવેટ છો તો અનારકલી કુર્તા કે સૂટ પહેરવાનું ટાળો અથવા સાચવીને પહેરો કારણકે તેની વધુ પડતી કલીને કારણે તે હેવી દેખાઈ શકે છે.

સલવાર પણ આપી શકે છે સુંદર લૂક

સલવાર પ્રત્યેક રીતે આરામદાયક હોય છે, પણ તેમાં પણ તમે પોતાની પસંદ પ્રમાણે ચોઈસ કરી શકો છો. જો કે તમે પટિયાલા સલવાર પહેરી શકો છો, એમ્બ્રોઈડરી કે વર્કવાળા કુર્તા સાથે પ્લેન સલવાર પણ સુંદર દેખાય છે. જો તમે સ્લીમ છો તો પટિયાલા ટ્રાય કરી શકો છો, કારણ તમે આનાથી થોડા સ્વસ્થ દેખાશો. સ્લીટ પેન્ટ્સ પણ કુર્તા સાથે સરસ લાગે છે.


પ્લાઝો અને સિગરેટ પેન્ટ્સ 


પ્લાઝો -સિગરેટ પેન્ટ્સમાં પણ છે કૂલ ઑપ્શન્સ

જો તમે સલવાર પહેરીને કંટાળ્યા છો તો મોડર્ન લુક આપવા માટે પ્લાઝો કાં તો સિગરેટ પેન્ટ્સ પણ પહેરી શકાય છે. આ બંન્ને લાંબા કુર્તા સાથે સરસ દેખાય છે. પ્લાઝો એમ્બ્રોઈડરીવાળા અને સ્ટ્રેટ, બન્ને પ્રકારના કુર્તા સાથે ખૂબ જ સારા દેખાતા હોય છે.

કુર્તાની સાથે ટ્રાય કરો જીન્સ

જો તમારી ઑફિસમાં ફોર્મલ ડ્રેસ કોડ નથી તો તમે કુર્તા સાથે જીન્સનું કૉમ્બિનેશન પણ ટ્રાય કરી શકો છો. આમ તો જીન્સ સાથે શોર્ટ કુર્તા સ્માર્ટ દેખાતા હોય છે. પણ જો તમારી ઑફિસમાં ફોર્મલ ડ્રેસ કોડ ફોલો થાય છે તો તમારે આ ડ્રેસ કોડ ન અપનાવવો જોઈએ.


 

કૉટન, જોર્જટ, શિફોન અને ક્રેપ સાડી પણ ઑફિસ લુકમાં પણ સુંદર દેખાય છે.

સાડી પણ આપી શકે છે ખૂબ જ સુંદર લુક


વધારે કરીને સ્ત્રીઓ ઑફિસમાં વેસ્ટર્ન લુકને પ્રાધાન્ય આપતી હોય છે, પણ સાડીને પણ એક ચોક્કસ રીતથી પહેરવામાં આવે તો તે પણ એકદમ સ્માર્ટ લુક આપી શકે છે. કૉટન, જોર્જટ, શિફોન અને ક્રેપ સાડી પણ ઑફિસ લુકમાં પણ સુંદર દેખાય છે. જો તમારું પેટ બહાર છે તો તમારી સાડીની પ્લીટ્સને થોડી ફેલાવી લો તો તમારા આ લુકમાં તમારું ફિગર પણ સુડોળ દેખાશે.

મોજડી જે છે એવરગ્રીન


મોજડીઓ વ્યાજબી ભાવમાં મળી પણ રહે છે અને તમારા દેખાવને આકર્ષક પણ બનાવી શકે છે. રંગબેરંગી ફેન્સી મોજડીઓ તમારા ટ્રેડિશનલ લુકને ઉમેરો કરી દેશે. કોલ્હાપુરી ચંપલ પણ ઘણી વખત સ્માર્ટ લુક આપવા માટે જવાબદાર બને છે. એવામાં જો તમે પોતાના વસ્ત્રોને અનુરૂપ મોજડીનું કલેક્શન રાખશો તો તે તમારા લુકને ખૂબ જ સુંદર અને આકર્ષક બનાવી શકે છે. 

હવે ઑફિસ માટે તૈયાર થતી વખતે આ સરળ ટિપ્સને અપનાવીને તમે સ્માર્ટ અને ઈમ્પ્રેસિવ દેખાઈ શકો છો.

fashion beauty and the beast