એવરગ્રીન પોલ્કા ડૉટ્સ

09 May, 2019 02:27 PM IST  |  મુંબઈ

એવરગ્રીન પોલ્કા ડૉટ્સ

સોનાક્ષી સિન્હા

પોલ્કા ડૉટની ફૅશન ઈ. સ. ૧૯૨૬થી અમેરિકામાં શરૂ થઈ હતી. મિસ અમેરિકાનો ફોટો પોલ્કા ડૉટ સ્વિમસૂટમાં પ્રકાશિત થયો હતો. ત્યાર બાદ ઈ. સ. ૧૯૨૮માં ડિઝનીએ મિની માઉસને લાલ પોલ્કા ડૉટ ડ્રેસમાં મૅચિંગ બો સાથે રજૂ કરી હતી. ઈ. સ. ૧૯૩૦ સુધીમાં અમેરિકાભરમાં પોલ્કા ડૉટ્સના ડ્રેસ ફૅશન-સ્ટોરમાં ઉપલબ્ધ થઈ ગયા હતા. અમેરિકાની અતિ લોકપ્રિય અભિનેત્રી મૅરિલિન મનરોએ તેની લોકપ્રિય તસવીરમાં પોલ્કા ડૉટ ડ્રેસને વધારે ખ્યાતિ અપાવી દીધી હતી. પોલ્કા ડૉટ બિકિનીએ એ સમયે ધૂમ મચાવી હતી અને આજે પણ ધૂમ મચાવે છે. ભારતીય ફૅશનમાં પોલ્કા ડૉટની વાત કરીએ તો સૌથી પહેલાં ફિલ્મ ‘બૉબી’ની ડિમ્પલ કાપડિયાનું સફેદ પોલ્કા ડૉટ શર્ટ યાદ આવે અને ત્યાર બાદ એ સમયની અભિનેત્રીઓના સ્કાર્ફ ધ્યાનમાં આવે.

કેવી રીતે પહેરશો?

પોલ્કા ડૉટ આમ તો સેવન્ટીઝની ફેશન છે, પણ જ્યારે પહેરો ત્યારે એકદમ ફ્રેશ લુક આપે છે. કૅઝ્યુઅલ, બીચવેઅર, પાર્ટી કે બર્થ-ડે પાર્ટીમાં પણ પહેરી શકો છો. જ્યારે પણ પોલ્કા ડૉટ ડ્રેસિસનું નામ પડે એટલે સૌથી પહેલાં મિડી,

ફ્રૉક કે ની-લેન્થ ડ્રેસ જ મગજમાં આવે. પોલ્કા ડૉટ્સના ડ્રેસ સાથે ઍક્સેસરીઝથી તમે સારો લુક આપી શકો છો. એની સાથે ગ્લિટરવાળી જ્વેલરી વધારે સારી લાગશે. જ્વેલરી સિવાય મોટી બૅગ્સથી તમે એકદમ સેવન્ટીઝનો લુક ધારણ કરી શકો છો.

ઉંમર મહત્વની

ઉંમર મુજબ પોલ્કા ડૉટ ડ્રેસ પસંદ કરો. કેવી રીતે કરશો તે જાણો. ત્રીસની આસપાસની ઉંમરની મહિલાઓ એકદમ સૉફિસ્ટિકેટેડ લાગે એવો મીડિયમ સાઇઝનો પોલ્કા ડૉટ પસંદ કરી શકે છે. એની સાથે એકદમ ઓછી જ્વેલરી વધુ સારી રહેશે. તમે હાથમાં એકદમ લાઇટ બ્રેસલેટ પણ પહેરી શકો છો. પોલ્કા ડૉટ ડ્રેસ પોતે જ એક સ્ટેટમેન્ટ છે એટલે એની સાથે બાકીની મહેનત ઓછી કરવી પડે છે.

આ પણ વાંચો : ઉનાળાને ઊજવીએ સુગંધની સાથે

વીસની આસપાસની ઉંમરની યુવતીઓ પોલ્કા ડૉટ શર્ટને શૉર્ટ્સ સાથે પહેરી શકે છે. જોકે તેમના માટે તો બધા જ વિકલ્પો ખુલ્લા છે. એક વાર શ્રદ્ધા કપૂરે સફેદ પોલ્કા ડૉટ શર્ટ સાથે બ્લુ ડેનિમ શૉર્ટ્સ પહેયાર઼્ હતાં. વાળ એકદમ ખુલ્લા હતા અને શૂઝ સાથે લુકને ફાઇનલ ટચ આપ્યો હતો. એકદમ સિમ્પલ, પણ બહુ જ આકર્ષક લુક આવી રીતે મેળવી શકાય. ચાળીસની આસપાસની અથવા ચાળીસથી ઓછી ઉંમરની મહિલાઓ પણ ની-લેન્થ ડ્રેસ અથવા તો સાડી પસંદ કરી શકે છે. પોલ્કા ડૉટ કોઈ મર્યાદિત ઉંમરના લોકો માટે નથી જ. એ કોઈ પણ પહેરી શકે છે અને આકર્ષક દેખાઈ શકે છે.

fashion fashion news