આલમન્ડ નેઇલ્સનો લેટેસ્ટ ટ્રેન્ડ

02 April, 2019 11:24 AM IST  | 

આલમન્ડ નેઇલ્સનો લેટેસ્ટ ટ્રેન્ડ

નેલ શેપ્સ

બ્યુટી ટ્રેન્ડ

શું તમે સ્ક્વેર, રાઉન્ડ અને ઓવલ શેપના નખથી કંટાળી ગયા છો? તો ફટાફટ તમારા નેઇલ ટેક્નિશ્યનનો કૉન્ટૅક્ટ કરો. આ વર્ષે આલમન્ડ શેપ નેઇલ્સની ફૅશન જોરમાં છે. નેઇલ આર્ટના લેટેસ્ટ ટ્રેન્ડને અનુસરતી વખતે નેઇલ પૉલિશના રંગ અને ડિઝાઇનની પસંદગીમાં જેટલી ચીવટ દાખવો છો, એટલું જ ધ્યાન આ વર્ષે નખના આકાર પર પણ આપો. ફૉર્મલ પાર્ટી હોય કે સ્પેશ્યલ ઓકેશન, બન્ને જગ્યાએ આલમન્ડ એટલે કે બદામ આકારના નખ પર કરેલી ડિઝાઇનને ક્લાસિક લુક આપશે.

નખને બદામનો આકાર આપવાની પ્રક્રિયામાં સૌપ્રથમ નખના સેન્ટરમાં એક સ્પૉટ કરવામાં આવે છે. ત્યાર બાદ સ્પૉટની દિશામાં વારાફરતી બન્ને સાઇડથી ફાઈલિંગ કરી વાસ્તવિક બદામનો આકાર આપવામાં આવે છે. આ પ્રકારના શેપમાં વચ્ચેથી નખ ભરાવદાર અને પહોળા દેખાય છે. આલમન્ડ નેઇલ્સને વધુ પડતાં લાંબા રાખવાની આવશ્યકતા નથી હોતી, તેથી કામ કરતી વખતે તૂટવાની સંભાવના પણ ઓછી રહે છે. નાના નખ ધરાવતી મહિલાઓ માટે આલમન્ડ શેપ નેઇલ્સ બેસ્ટ ઑપ્શન છે. જો લાંબા નખ રાખવા જ હોય તો આગળનો ભાગ સહેજ શાર્પ રાખી શકાય છે. આ શેપ માટે વધુ કાળજી લેવાની જરૂર નથી. એને મેઇન્ટેઇન કરવા નિયમિતપણે ફાઈલિંગ કરાવતાં રહો.

આ પણ વાંચો : Office hoursમાં દેખાવું છે ફ્રેશ તો ફોલો કરો આ ટિપ્સ

શૉર્ટ આલમન્ડ નેઇલ્સ પર ડાર્ક કલરની મેટ નેઇલ પૉલિશ આકર્ષક લાગે છે. શાઇનિંગમાં બ્રાઉન શેડ્સ, લાઇટ પિન્ક અથવા ન્યુડ નેઇલ પોલિશ પર્ફેક્ટ લુક આપશે. લૉન્ગ આર્કિલિક આલમન્ડ નેઇલ્સના ઉપયોગથી ખાસ ઓકેશન પર તમારા હાથને ગ્લૅમરસ લુક પણ આપી શકાય. હવે તમે જ્યારે પણ મૅનિક્યોર માટે સલૂનની મુલાકાત લો ત્યારે તમારા આઉટડેટેડ થઈ ગયેલા નેઇલ શેપને ચેન્જ કરવાનું ન ભૂલતા.

beauty and the beast fashion fashion news