સ્ટેટમેન્ટ સ્લીવ્ઝની ફૅશન છે ટૉપ પર

10 December, 2019 12:35 PM IST  |  Mumbai | Varsha Chitaliya

સ્ટેટમેન્ટ સ્લીવ્ઝની ફૅશન છે ટૉપ પર

ફાઈલ ફોટો

ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં કલર્સ, ડિઝાઇન અને ફૅબ્રિક પર જાતજાતના અખતરા અને ઇનોવેટિવ આઇડિયાઝ સાથે નવા ટ્રેન્ડને માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ તસવીરોએ ફૅશન વર્લ્ડ માટે પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું છે. દરેક સીઝનમાં બી-ટાઉન સેલિબ્રિટીઝ અને બૉલીવુડ ફૅશનિસ્ટા અહીં નવા વર્ઝન સાથેના ફોટો શૅર કરે છે, જેમાંથી કેટલીક સ્ટાઇલ સુપરહિટ થઈ જાય છે. બૉલીવુડના માધ્યમથી આ સ્ટાઇલ તેમના ફૅન્સ સુધી પહોંચે છે.

લેટેસ્ટમાં સ્લીવ્ઝ પર જે એક્પરિમેન્ટ્સ કરવામાં આવ્યા છે એ ખાસ્સા પૉપ્યુલર બન્યા છે. દીપિકાએ પહેરેલા પીકૉક ગ્રીન ડ્રામેટિક સ્લીવ્ઝવાળા ડ્રેસે આકર્ષણ ઊભું કર્યું છે. સ્ટેટમેન્ટ સ્લીવ્ઝ તરીકે ઓળખાતા આ ફૅશન ટ્રેન્ડને સ્ટાઇલિશ મહિલાઓએ કૉપી કરવા જેવો છે. કયા પ્રકારના ડ્રેસનો ટ્રેન્ડ ચાલે છે એ વિશે આગળ આપણે ઘણી વાર વાત કરી ચૂક્યા છીએ. આજે સ્લીવ્ઝમાં શું ચાલે છે એ જોઈએ.

અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે એ બધી જૂની સ્ટાઇલ ફરીથી આવી છે. ૨૦૧૯ને આપણે રેટ્રો સ્ટાઇલ તરીકે ડિફાઇન કરી શકીએ એમ જણાવતા કાંદિવલીની ફૅશન-ડિઝાઇનર રિયા ઠક્કર કહે છે, ‘આ સીઝનમાં બલૂન શેપે સૌનું ધ્યાન ખેંચ્યું છે. શોલ્ડરથી રિસ્ટ સુધી એને જુદી-જુદી સ્ટાઇલમાં ઢાળી શકાય છે. કોઈ પણ ડ્રેસમાં સ્લીવ્ઝનો રોલ બહુ મહત્વનો હોય છે. સિમ્પલ ડ્રેસ પણ સ્લીવ્ઝના કારણે અટ્રૅક્ટિવ લાગે છે અને તમને સ્ટાઇલિશ લુક આપે છે તેથી એના પર ફોકસ રાખવામાં આવે છે. ફૅશન વર્લ્ડમાં થોડા સમયથી બૅગી સ્ટાઇલ ખૂબ ચાલે છે. સ્ટેટમેન્ટ સ્લીવ્ઝ બૅગી સ્ટાઇલનું જ ન્યુ વર્ઝન છે. બૅગી એટલે એકદમ લૂઝ. એની અંદર પાછી ઘણીબધી પૅટર્ન છે જેને આપણે નીચે પ્રમાણે ડિફાઇન કરી શકીએ.’

બલૂન સ્લીવ્ઝ : આ સ્ટાઇલમાં ઘણાં વેરિએશન લાવી શકાય છે. નામ પ્રમાણે આ સ્લીવ્ઝ બલૂન એટલે કે ફુગ્ગાની જેમ મોટી અને લૂઝ હોય છે. ઉપરથી નીચે સુધી લૂઝ, ઉપરથી લૂઝ અને નીચેથી ટાઇટ અથવા શોલ્ડરથી ટાઇટ અને નીચે ઝૂલતી હોય. હાફ સ્લીવ્ઝ, ફુલ સ્લીવ્ઝ એમ અનેક રીતે ડિઝાઇન કરી શકાય. પાર્ટી લુક જોઈતો હોય તો વન-શોલ્ડર અથવા ઑફ-શોલ્ડર પૅટર્નમાં પણ ટ્રાય કરી શકાય. નેટ, સૅટિન અને ઑર્ગેન્ઝા ફૅબ્રિકમાંથી બનાવેલા ડ્રેસમાં બલૂન સ્લીવ્ઝ ક્લાસી લુક આપે છે.

બિશપ સ્લીવ્ઝ : આ પૅટર્નની સ્લીવ્ઝ મોસ્ટ્લી લાંબી હોય છે. ઉપરથી પફી અને બૉટમમાં નૅરો હોય છે. ઇચ્છો તો બૉટમમાં કફ બટનનું વેરિએશન ઍડ કરી શકાય. ફિટિંગવાળાં ટૉપ્સમાં બિશપ સ્લીવ્ઝ સારી લાગે છે. એની સ્ટાઇલને તમે સહેલાઈથી કૅરી કરી શકો છો. આમાં તમે રિલૅક્સ્ડ અને કમ્ફર્ટ ફીલ કરો છો. લુઝ શિફોન ફૅબ્રિકમાં ડિઝાઇન કરેલી બિશપ સ્લીવ્ઝ ડેઇલી વેઅર માટે બેસ્ટ છે. ઇન્ડો-વેસ્ટર્ન બન્ને ડ્રેસમાં ચાલે છે. યંગ ગર્લ્સમાં બિશપ સ્લીવ્ઝ ફેવરિટ છે.

ડ્રામેટિક સ્લીવ્ઝ : આ સ્ટાઇલ એકદમ જ બૅગી લુક આપે છે. બધેથી લુઝ હોવાથી પર્ફેક્ટ્લી બલૂનની ઇફેક્ટ આપે છે. એમાં ઘણાબધા ઑપ્શન છે. સેલિબ્રિટી ડિઝાઇનરોએ ડ્રામેટિક સ્ટાઇલ પર હમણાં ઘણા એક્સપરિમેન્ટ કર્યા છે તેથી પૉપ્યુલર બની છે. કૅરી કરી શકતા હો તો ઑફ-શોલ્ડર ડ્રેસમાં ડિઝાઇન ટ્રાય કરી શકાય.

બેલ સ્લીવ્ઝ : ફુલ અને શૉર્ટ બન્ને સાઇઝમાં બેલ સ્લીવ્ઝ ડિઝાઇન કરી શકાય. બલ્કી અપર બૉડી અને બ્રૉડ શોલ્ડર ધરાવતી યુવતીઓને આ સ્ટાઇલ બૅલૅન્સ્ડ લુક આપે છે. પેન્સિલ સ્કર્ટ અને બૅગી પૅન્ટ પર આવી સ્લીવ્ઝવાળાં ટૉપ ટ્રેન્ડમાં છે. એને શોલ્ડરથી ડ્રૉપિંગ સ્ટાઇલ કહી શકાય. જુદા-જુદા ફૅબ્રિકને જોડીને એમાં વેરિએશન લાવી શકાય. નીચેથી ફ્લેર, અડધા બલૂન જેવા આકારવાળી બેલ સ્લીવ્ઝ ગ્લૅમરસ લુક આપે છે.

વાસ્તવમાં ઉપરની તમામ સ્ટાઇલની સ્લીવ્ઝ બલૂન સ્ટાઇલથી જ ઇન્સ્પાયર્ડ છે એમ જણાવતાં રિયા કહે છે, ‘બલૂન સ્ટાઇલ આમ જોવા જાઓ તો નવી નથી. જૂની સ્ટાઇલમાં નવા આઇડિયાઝ ઉમેરી એને નવું રૂપ આપવામાં આવ્યું છે. કેપ, કિમોનો, બૉક્સી આ બધી સ્ટાઇલની સ્લીવ્ઝ પણ બલૂન પરથી પ્રેરણા લઈ ડિઝાઇન કરવામાં આવે છે. આમાં ફૅબ્રિકનો ઇશ્યુ આવતો નથી. લગભગ બધા જ મટીરિયલનો ઉપયોગ કરી શકાય છે. યંગ લેડીઝમાં સ્ટેટમેન્ટ્સ સ્લીવ્ઝનો ટ્રેન્ડ વધુ જોવા મળે છે. જોકે બધી લેડીઝ એને કૅરી કરી શકતી નથી. સામાન્ય રીતે મધ્યમ વયની મહિલાઓને લાગે છે કે સ્ટેટમેન્ટ સ્લીવ્ઝમાં તેઓ વધુ જાડી લાગે છે, પરંતુ આ માન્યતા ખોટી છે. ઇન ફૅક્ટ એને સારી રીતે ડિઝાઇન કરવામાં આવે તો તમારા હાથ પાતળા લાગે છે.’

 લેટેસ્ટ સ્ટાઇલ સાથે મૅચ કરવા તેમ જ તમારા શોલ્ડરને નવી રીતે ડિફાઇન કરવા અવનવી સ્ટાઇલ અપનાવવી જોઈએ એવી ભલામણ કરતાં રિયા કહે છે, ‘માત્ર ડ્રેસમાં જ નહીં, ઘણી મહિલાઓ સાડીના બ્લાઉઝમાં પણ આવી સ્લીવ્ઝ પસંદ કરે છે. વી નેકલાઇન સાથે બલૂન સ્લીવ્ઝનું કૉમ્બિનેશન ટ્રાય કરી જુઓ. પાર્ટીમાં ડિફરન્ટ દેખાશો. શોલ્ડરથી લુઝ સ્લીવ્ઝ આમ તો બધા પર સારી લાગે છે, પણ પહેર્યા પછી કમ્ફર્ટ ફીલ ન કરતા હો તો અવૉઇડ કરો અથવા તમારા ડિઝાઇનર સાથે વાત કરી તમારી પર્સનાલિટી સાથે મૅચ થાય એ રીતે એમાં નવું વેરિએશન ઍડ કરો.’

આ સીઝનમાં બલૂન શેપે સૌનું ધ્યાન ખેંચ્યું છે. શોલ્ડરથી રિસ્ટ સુધી એને જુદી-જુદી સ્ટાઇલમાં ઢાળી શકાય છે. કોઈ પણ ડ્રેસમાં સ્લીવ્ઝનો રોલ બહુ મહત્વનો હોય છે. સિમ્પલ ડ્રેસ પણ સ્લીવ્ઝના કારણે અટ્રૅક્ટિવ લાગે છે અને તમને સ્ટાઇલિશ લુક આપે છે.

fashion fashion news Varsha Chitaliya