તમારા બૉડી ટાઈપ પ્રમાણે કરો તમારા કપડાંની પસંદગી અને મેળવો સ્ટાઈલિશ લુક

10 March, 2019 03:13 PM IST  | 

તમારા બૉડી ટાઈપ પ્રમાણે કરો તમારા કપડાંની પસંદગી અને મેળવો સ્ટાઈલિશ લુક

ગાઉન

માર્કેટમાં એટલી વેરાઈટીના સ્ટાઈલિશ અને સુંદર ગાઉન્સ હોય છે જેને આપણે ફક્ત જોઈને જ ખરીદવાનો વિચાર કરી લેતા હોઈએ છીએ. પણ જો ફંક્શનમાં સ્ટાઈલની સાથે જ પર્ફેક્ટ લુક મેળવવો છે તો ગાઉનની પસંદગી કરતી વખતે તમારે તમારા બૉડી ટાઈપનું પણ ધ્યાન રાખવું જોઈએ. દરેકનું બૉડી ટાઈપ એક સરખું નથી હોતું. તેથી તમારે કપડામાં પણ સાઈઝનું ધ્યાન રાખવું જોઈએ.

ઑવરગ્લાસ શેપ

હીપ્સ અને શોલ્ડર્સની સાઈઝ એક સમાન હોય છે અને કમર પણ એકદમ શેપમાં હોય છે. એવી બૉડી પર પણ લગભગ બધાં જ પ્રકારની ડ્રેસ સુંદર લાગતી હોય છે. ગાઉન પહેરવા માટે પ્લાનિંગ કરો છો તો મરમેડ ગાઉન સ્ટાઈલની સાથે એક્સપરીમેન્ટ. જેમાં તમે માત્ર સ્ટાઈલિશ જ નહીં પણ સાથે ગ્લેમરસ પણ દેખાશો.

પેટાઈટ શેપ

સ્લિમ-ટ્રીમ ફીગર હોય તો ગાઉન ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવું. સ્લીમ-ટ્રીમ ફીગર ધરાવતી મહિલાઓના બસ્ટકની સાથે હિપ્સ પણ નાના હોય છે આવા શેપ માટે ગાઉન લેતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે. કૉલમ સ્ટાઈલ ગાઉન આવા બૉડી શેપ પર ખૂબ જ સુંદર દેખાશે. આ તમારા કુદરતી શેપના જાળવી રાખવામાં મદદરૂપ થશે અને તમારી હાઈટ પણ ઊંચી દેખાશે.

પિયર શેપ

આમ તો મોટા ભાગની ભારતીય મહિલાઓ પિયર શેપની હોય છે. જેમના પર બધાં જ પ્રકારના ઈન્ડિયન વેર શોભે છે. લોઅર બૉડી અપરની તુલનામાં થોડી હેવી હોય છે. આવા બૉડી શેપ પર એ લાઈન સ્ટાઈલ વાળા ગાઉન પર્ફેક્ટ લાગશે. જેમાં તમારી લોઅર બૉડી અલગથી હાઈલાઈટ નહીં થાય. હા ડીપ વી શેપની નેકલાઈન્સવાળા ગાઉન તમારા શોલ્ડર્સને જરૂર હાઈલાઈટ કરશે.

સ્ક્વેર શેપ

આમાં સોલ્ડર્સથી લઈને કમર અને હિપ્સ ત્રણે એક જ સાઈઝમાં હોય છે. એવા બૉડી શેપ માટે બૉલ સ્ટાઈલના ગાઉન પર્ફેક્ટ રહેશે. સેલીવ્સ અને નેકલાઈન્સમાં વેરાઈટી ટ્રાય કરી શકો છો. જે દરેક ફંકશનમાં તમે સ્ટાઈલિશ દેખાશો.

આ પણ વાંચો : પુરુષોનાં કપડાંમાં જોર પકડી રહી છે ઍનિમલ પ્રિન્ટની ફૅશન

એપ્પલ શેપ

આવી સ્ત્રીઓ જેમની બૉડી એપ્પલ શેપ્ડ હોય છે. એટલે કે બસ્ટથી લઈને શોલ્ડર્સ અને આર્મ્સ ત્રણે હેવી હોય છે. એવી બૉડી શેપ ધરાવતી મહિલાઓ માટે ગાઉન ખરીદતી વખતે ધ્યાન રાખવું કે તેની પેટર્ન ફ્રિલ અને રફલ ન હોય કારણકે એમાં બૉડી વધુ હેવી લાગે છે. એવા ગાઉનની પસંદગી કરવી જેમાં વેસ્ટલાઈનકવર થાય. ગાઉન સાથે કૉરસેટ અથવા વાઈડ બેલ્ટ પહેરીને પણ આ ભાગને કવર કરી શકો છો.

fashion fashion news