જરાય કરવા જેવી નથી આ દસ બ્યુટી મિસ્ટેક

03 December, 2019 03:15 PM IST  |  Mumbai | RJ Mahek

જરાય કરવા જેવી નથી આ દસ બ્યુટી મિસ્ટેક

બ્યૂટી ટિપ્સ

સુંદરતા હવે માત્ર સ્ત્રીઓનો ઇજારો નથી રહ્યો. સેલ્ફીના જમાનામાં બધાને હંમેશાં સુંદર જ દેખાવું છે, પણ આપણી નાની-નાની ભૂલોથી ક્યાંક તમારા ચાંદ જેવા ચહેરા પર ગ્રહણ ન લાગે એટલે જાણી લો કે તમે આમાંની કોઈ બ્યુટી મિસ્ટેક તો નથી કરતાને!

ચહેરાને વારંવાર ધોવો અથવા ધોવો જ નહીં : વારંવાર ચહેરો ધોવાથી આપણા ચહેરા પર રહેલું કુદરતી ઑઇલ ધોવાઈ જશે, જેથી સ્કિન ડ્રાય થઈ જશે અને કરચલીઓ જલદી આવી શકે છે; જ્યારે ફેસને નહીં ધોવાની આળસ કરતા હો તો બહારથી ઊડેલી ધૂળ, ધુમાડો અને પરસેવાથી ચહેરા પર ડેડ સ્કિનના થર જમવા માંડશે. એટલે સામાન્ય સંજોગોમાં દિવસમાં બે વાર અને ગરમીમાં ૩થી ૪ વાર માઇલ્ડ ફેસવૉશ વાપરવું જોઈએ.

મૉઇશ્ચરાઇઝ નહીં : આપણે ફેસ વૉશ કરીએ પછી એને આમ જ રહેવા દઈએ છીએ, આલ્કોહૉલ-ફ્રી ટોનર અને મૉઇશ્ચરાઇઝર નથી લગાવતા.

આથી બહારની હવા લાગતાં આપનો ચહેરો સૂકો અને નિસ્તેજ લાગવા માંડે છે.

ઓવર-એક્સફોલિએટ

કરવું: એટલે કે વધારે વાર સ્ક્રબ વાપરવાથી સ્કિન રફ થઈ શકે છે. સ્ક્રબ અઠવાડિયામાં એક કે બે વાર જ વાપરવું જોઈએ.

ફેસવૉશને બદલે સાબુ વાપરવો : ભલે તમે બાર સોપથી નહાતા હો, પણ કદી એને ફેસ પર યુઝ ન કરવો જોઈએ. સાબુમાં રહેલાં સ્ટ્રૉન્ગ કેમિકલ્સ ફેસની સ્કિનને ડ્રાય બનાવશે.

સનસ્ક્રીન ન યુઝ કરવું : એ બહુ મોટી ભૂલ છે. આપણે બધી જ સીઝનમાં સનસ્ક્રીનથી ફેસને પ્રોટેક્ટ કરવો જોઈએ, નહીં તો તડકાથી સ્કિન બળી શકે છે સાથે કરચલી પડવાના ચાન્સ વધી જાય છે.

ફેસને વારંવાર હાથ લગાવવો : આપણા હાથમાં ઘણા બૅક્ટરિયા હોય છે અને જો તમને પણ એવી ટેવ હોય કે તમે વારંવાર તમારા ફેસને ટચ કરતા હો તો પિમ્પલ કે રૅશની સમસ્યા સર્જાઈ શકે છે.

ઓછું પાણી પીવું અને ઓછી ઊંઘ લેવી : આ બન્ને તમારી ચમકતી સ્કિનના દુશ્મન બની શકે છે. ઓછું પાણી પીશો તો સ્કિનની ચમક જતી રહેશે. ઊંઘથી આપણી સ્કિન કુદરતી રીતે રિપેર થતી હોય છે, પણ જો ઓછું ઊંઘશો તો તમારો ફેસ એકદમ નિસ્તેજ લાગશે.

મૂડ અને મનોભાવ : હંમેશાં હસતા રહેવું. ખુશ રહેવાથી ચહેરાની ચમક કંઈ ઓર જ હોય છે; પણ જો આપણે વારે-વારે ગુસ્સે થયા કરીએ, દુઃખી રહીએ, નેગેટિવ થિન્કિંગ કરીએ તો આપણી સ્કિન પર ખરાબ અસર કરી શકે છે. ચમકતી અને હેલ્ધી સ્કિનનો મોટો દુશ્મન છે તનાવ અને ટેન્શન.

અખતરા : થોડા-થોડા દિવસે નવી-નવી પ્રોડક્ટ્સ બદલ્યા કરવી કે સ્કિન-ટ્રીટમેન્ટ કરાવ્યા કરવાથી સ્કિનને નુકસાન થાય છે.

કસરતનો અભાવ : કસરતથી શરીરને કેટલાય ફાયદાઓ થાય છે સાથે આપણી સ્કિનને પણ થાય છે. કસરત વખતે થતા પરસેવાથી સ્કિન એકદમ ક્લીન થાય છે અને ચમકતી રહે છે. છિદ્રો ખૂલી જાય છે અને અલગ પ્રકારની ચમક આવે છે.

તો હવેથી નક્કી કરીએ કે

જાણે-અજાણે થયેલી આ બધી ભૂલો સુધારીએ અને સુંદર બનીએ અને સુંદરતાને અંદરથી મહસૂસ કરીએ.

fashion news