Valentine's Day Gifts For Him: પાર્ટનરને સર્પ્રાઇઝ કરવા આપો આવી ભેટ...

11 February, 2020 05:49 PM IST  |  Mumbai Desk

Valentine's Day Gifts For Him: પાર્ટનરને સર્પ્રાઇઝ કરવા આપો આવી ભેટ...

વર્ષનો સૌથી રોમાન્ટિક દિવસ હવે માત્ર બે દિવસના અંતરે છે. પ્રેમની ભાષા યુનિવર્સલ છે અને આ લોકોના મનમાં રસ્તો બનાવી જ લે છે. તેથી પ્રેમી પંખીડા, જીવનસાથી કે પછી નજીકના લોકો પોતાના ખાસ સંબંધોનો ઉજવવા માટે આ એક દિવસની પસંદગી કરી છે. 

વેલેન્ટાઇન ડે દરવર્ષે 14 ફેબ્રુઆરીના ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ પહેલાનું એક અઠવાડિયું પણ પ્રેમના નામે જ હોય છે. આ અઠવાડિયાનું દરેક દિવસ મહત્વનું છે, આ દરમિયાન રોઝ ડેથી લઈને કિસ ડે ઉજવવામાં આવે છે. જે લોકોને પ્રેમની આ સીઝન ગમે છે તે પોતાના મનની વાત તે ખાસ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે વેલેન્ટાઇન ડેની આતુરતાથી રાહ જુએ છે.

જો તમે આ ખાસ દિવસ માટે પોતાના પાર્ટનર, બૉયફ્રેન્ડ કે પતિ માટે કોઇક ભેટ લેવાનું વિચારી રહ્યા છો તો અમે તમારી માટે કંઇક એવા આઇડિયાઝ છે જે તમારી મદદ કરી શકે છે.

1. ઘડિયાળ
તમારા બૉયફ્રેન્ડ કે પતિ માટે ઘડિયાળ હંમેશાં એક સારી ભેટ ઑપ્શન સાબિત થાય છે. હાલ તો દરેક જગ્યાએ ઑનલાઇન સેલ પણ લાગી હશે, જેમાં તમને મોંઘામાં મોંઘી ઘડિયાલ પણ 40-50 ટકા સેલમાં મળી જશે. તમને ઘડિયાળની સાથે એક પ્રેમાળ સંદેશ પણ અટેચ કરી શકો છો.

2. શૂઝ
દરેક પુરુષને સારી ક્વૉલિટીના શૂઝ ખૂબ જ પસંદ હોય છે. જો તમારા પાર્ટનરને પણ ઘણાં સમયથી સારા શૂઝની શોધ હતી તો આ તેમને ભેટ આપવાની યોગ્ય તક છે.

3. ખાવા-પીવાની કોઇ ભેટ
જો તમારા પાર્ટનરને શૂઝ કે એક્સેસરીઝનો શોખ નથી તો તમે કંઇક ખાવાની વસ્તુ પણ ગિફ્ટ કરી શકો છો. તેમની ગમતી ચૉકલેટ્સ, સ્નેક્સ જેવી વસ્તુઓ પણ આપી શકો છો. આને પૅક કરવા માટે ગિફ્ટ બૉક્સ તમે પોતે બનાવી શકો છો.

4 આર્ટ એન્ડ ક્રાફ્ટ
તમે દરેક ગિફ્ટને યાદગાર બનાવી શકો છો. આ માટે તમે તે જગ્યાનું મેપ લ્યો જ્યાં કમે પહેલી વાર મળ્યા અને પહેલી વાર ડેટ પર ગયા. મેપને તે જ સ્પૉટ પર કાપો અને એક ફ્રેમમાં લગાડો અને તેને શણગારો.

આ પણ વાંચો : પુજા બેદીની દીકરી અલાયા એફની કેન્ડીડ તસવીરો

5. ગિફ્ટ વાઉચર
તમે તમારા પાર્ટનર સાથે રોમાન્ટિક ડિનર પ્લાન કરો અને તેમને ગિફ્ટ વાઉચર ગિફ્ટ કરી દો. આ ગિફ્ટ વાઉચર ક્લોધિંગ બ્રાન્ડથી લઈને ઇલેક્ટ્રૉનિક આઇટમ સુધી હોઇ શકે છે.

valentines day