અમદાવાદમાં સ્ટ્રીટ શોપિંગ કરવા માટે આ જગ્યાઓ છે બેસ્ટ

25 June, 2019 10:31 AM IST  |  અમદાવાદ | ફાલ્ગુની લાખાણી

અમદાવાદમાં સ્ટ્રીટ શોપિંગ કરવા માટે આ જગ્યાઓ છે બેસ્ટ

અમદાવાદમાં સ્ટ્રીટ શોપિંગ કરવા માટે આ જગ્યાઓ છે બેસ્ટ

લૉ ગાર્ડન
ચણિયાચોળી અને પરંપરાગત ઓક્સોડાઈઝના ઘરેણાંના શોખીનો માટે લૉ ગાર્ડન અજાણ્યું નામ નથી. અહીં તમને ચણિયાચોળીની ઘણી-બધી વેરાયટીઝ જોવા મળશે. અહીં તમને એટલા ઓપ્શન્સ મળશે કે તમે એક ને જોશો તો બીજું ભૂલી જશો. લૉ ગાર્ડનમાં તમે પોતાના કસ્ટમાઈઝ્ડ ચણિયાચોળી પણ ખરીદી શકો છો. એટલે કે ઘાઘરો, ચોલી અને દુપટ્ટો અલગ અલગ લેવાનો. સાથે જ ઓક્સોડાઈઝના ઘરેણાં તમારું મન મોહી લેશે. અહીં તમને એટલી વિવિધતા જોવા મળશે કે તમને સમય ઓછો પડશે. ખાસ કરીને નવરાત્રિના સમયમાં અહીં ભારે ભીડ હોય છે. આ બજાર સાંજના સમયે જ ભરાય છે.

લૉ ગાર્ડન....તસવીર સૌજન્યઃ TripAdvisor

માણેક ચોક
સ્વાદના શોખીનો માટે અમદાવાદમાં સુખનું સરનામું એટલે માણેક ચોક. પરંતુ અહીં તમને કાપડ અને જ્વેલરી પણ મળી જશે. દિવસમા સમયે માણેક ચોકથી શરૂ થઈને તમને બાદશાહના હજીરા સુધી સ્ટ્રીટ માર્કેટ જોવા મળશે. અહીં તમને જોઈએ એવું કાપડ એકદમ વ્યાજબી ભાવે મળી જશે. અને જો તમે સાંજને સમયે તમને જ્વેલરી અને એસેસરીઝનો ખજાનો જોવા મળશે.

ઢાલગરવાડ
અમદાવાદમાં સારું કાપડ મેળવવા માટેની જગ્યા એટલે ઢાલગરવાડ. કદાચ આ જગ્યા સૌથી જૂની માર્કેટમાંથી એક છે. અહીં તમને પ્રાચીને આભુષણો, પરંપરાગત આભુષણો, બાંધણી, સિલ્કના પટોળા, જયપુરી પ્રિન્ટ, કલામકારી પણ મળી જશે. ટૂંકમાં કહું તો જો તમે એથનિક વેર શોધી રહ્યો છો આ બેસ્ટ જગ્યા છે.

ઢાલગરવાડ...તસવીર સૌજન્યઃ heritage.ahmedabadcity.gov.in

સિંધી માર્કેટ
બેડશીટ, ડ્રેસ મટીરિયલ, સાડી અને અન્ય પરંપરાગત વસ્તુઓ માટેનું માર્કેટ એટલે સિંધી માર્કેટ. અહીં તમને વ્યાજબી ભાવમાં ઘણી વેરાયટીઝ મળી રહી રહેશે. આ માર્કેટ કાલુપુર ગેટ પાસે આવેલી છે.

સિંધી માર્કેટ...તસવીર સૌજન્યઃ Ixigo

લાલ દરવાજા
શોપિંગ માટેનું સૌથી જાણીતું અને ધમધમતું માર્કેટ એટલે લાલ દરવાજા. અહીં તમને કપડાથી લઈને ઈલેક્ટ્રોનિક આઈટમ સુધીની તમામ વસ્તુઓ મળી જશે. લૉ બજેટમાં ખરીદી કરવા માટે આ જગ્યા સારી છે. સાથે જ પાસે આવેલું નગરદેવી ભદ્રકાળીના દર્શન પણ કરવા જેવા છે. અહીં ખૂબ જ ભીડ પણ રહે છે. સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ માર્કેટ ચાલુ રહે છે.

રાણી નો હજીરો
મહિલાઓના કપડા અને ચણિયાચોળી માટે રાણીનો હજીરો ખૂબ જ સરસ જર્યા છે.જે માણેક ચોકની પાસે જ આવેલી છે.

રાણીનો હજીરો...તસવીર સૌજન્યઃ Nerd's Travel

રાયપુર ગેટ
જો તમારા ગુજરાતના મસાલા અને ફરસાણ ખરીદવું હોય તો રાયપુર ગેટ પાસે તમને મળી જશે.

આ પણ વાંચોઃ ગુજરાત: શું તમે 111 વર્ષ જૂનો શોપિંગ મૉલ જોયો, જેનું ભાડું ફક્ત 70 રૂપિયા


ગાંધી બ્રિજ
જો તમે વાંચવાના શોખીન હોવ તો આ જગ્યા તમને ખૂબ જ ગમશે. અહીં તમને સેકન્ડ હેન્ડ બુક્સ સસ્તામાં મળી જશે.

ગાંધી માર્કેટ....તસવીર સૌજન્યઃ Creative Yatra

ahmedabad Places to visit in gujarat