એવી વાતો કે જે ગુજરાતીઓ સાંભળી-સાંભળીને કંટાળી ગયા છે...

03 May, 2019 03:11 PM IST  |  અમદાવાદ

એવી વાતો કે જે ગુજરાતીઓ સાંભળી-સાંભળીને કંટાળી ગયા છે...

એવી વાતો કે જે ગુજરાતીઓ સાંભળી-સાંભળીને કંટાળી ગયા છે...(પ્રતિકાત્મક તસવીર)

ગુજરાતી...આ નામ પડે એટલે નોન-ગુજરાતી લોકોના મનમાં એક સ્ટીરીયોટાઈપ્ડ પિક્ચર સામે આવે. ચણિયા ચોળી, દાંડિયા અને ખાખરા, ફાફડા. પણ એવું નથી. આજે વાત કરીશું કેટલીક એવી વસ્તુઓની જે સાંભળીને ગુજરાતીઓ થાકી ગયા છે.

ભ્રમ-1:ગુજરાતીઓ તો ઢોકળા, ફાફડા અને ખાંડવી જ જમે છે....
ના, ગુજરાતીઓ સુતા-જાગતા કે ઉઠતા-બેસતા હંમેશા ફાફડા, ખાંડવી, ખાખરા કે થેપલા જ નથી જમતા. હા, એ તેમના ફેવરિટ ખરા. પણ ગુજરાતીઓ ઈટાલિયન, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, સાઉથ ઈન્ડિય પણ એટલી જ લહેજતથી જમે છે.

ભ્રમ-2:ગુજરાતીઓના નામ મહેશ, રમેશ, સુરેશ, ભાવેશ જેવા જ હોય....
ના, ગુજરાતીઓના નામ જીજ્ઞેશ, ભાવેશ કે રમેશ હોય એવું જરૂરી નથી. જરા યાદ કરીલો તમારી આસપાસ રહેતા ગુજરાતીઓને.  એવા પણ ગુજરાતીઓને ગણજો જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે. અને એમ પણ જો એવા નામ હોય તો પણ, નામમાં રાખ્યું શું છે?

ભ્રમ-3:ગુજરાતીઓ બિઝનેસ કરે, પૈસા છાપે અને મજ્જાની લાઈફ....
ના, ગુજરાતીઓ પત્રકાર પણ છે. કલાકાર છે. સિંગર છે. ડાન્સર છે અને હા, વડાપ્રધાન પણ છે. બિઝનેસ ગુજરાતીઓના લોહીમાં છે અને એટલે જ દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ ગુજરાતી છે.

ભ્રમ-4:ગુજરાતીઓ એટલે દરેક જગ્યાએ ડિસ્કાઉન્ટ માંગે...
હા, માંગીએ છે ડિસ્કાઉન્ટ પણ દરેક જગ્યાએ નહીં. મૂળ તો ગુજરાતી વેપારી પ્રજા એટલે એટલું તો રહેવાનું. પણ ખોટી રીતે અને દરેક જગ્યાએ નહીં.

ભ્રમ-5: ગુજરાતીઓની અટક પટેલ જ હોય!
ના, જેમ દરેક પંજાબી શર્મા નથી તેમ દરેક ગુજરાતી પટેલ નથી. ગુજરાતીઓમાં મોદી, શાહ, જોશી, અંબાણી, મુનિમ, કાપડિયા જેવી અટક પણ હોય છે.

ભ્રમ-6: ગુજરાતીઓની ફેવરિટ સિંગર ફાલ્ગુની પાઠક જ છે.
હા, ફાલ્ગુની અને તેના ગરબાના ગુજરાતીઓ દીવાના છે. પણ તેમને નેશનલ અને ઈન્ટરનેશનલ સિંગર્સ પણ એટલા જ પસંદ છે. અને અંગ્રેજી ગીતો ગુજરાતીઓને સમજાય છે.

ભ્રમ-7: ગુજરાતીઓના જીવનનું લક્ષ્ય એટલે અમેરિકાના વિઝા.
ના, એવું નથી. યૂકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા...દુનિયાના દરેક ખૂણે ગુજરાતીઓ વસેલા છે.

આ પણ વાંચોઃ

તો, હવે તમે જ્યારે કોઈ ગુજરાતીને મળો તો તેને જાણ્યા વિના કોઈ ધારણા ન બાંધી લેતા!

gujarat