જાણો લહેરીલાલાઓના શહેરને...સુરતને

19 July, 2019 12:29 PM IST  |  સુરત

જાણો લહેરીલાલાઓના શહેરને...સુરતને

જાણો લહેરીલાલાઓના શહેરને...સુરતને

તાપી નદીના તટ પર વસેલું શહેર સુરત ગુજરાતનું બીજું સૌથી મોટું અને ભારતનું નવમું સૌથી મોટું શહેર છે. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં ચોથા ક્રમનું છે. સુરતનું ટેક્સટાઈલ અને હીરા ખૂબ જ પ્રખ્યાત છે. રાજ્યની આર્થિક પ્રગતિમાં સુરતનું મહત્વનું યોગદાન રહ્યું છે.

આદિકાળમાં સુરત સુર્યપુરના નામથી પણ ઓળખાય છે. આ શહેરો પહેલા મુઘલો, પોર્ટુગીઝો અને અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું છે. ઈતિહાસમાં એવો પણ ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતા હતા ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. સોલંકીકાળ દરમિયાન પણ સુરત ગુજરાતનું મહત્વનું બંદર બની રહ્યું હતું.

આપત્તિમાંથી બેઠા થવું છે સુરતની ઓળખ
1994નો એ સમય હતો જ્યારે ભારે વરસાદ અને નદીમાં આવેલા પૂરના કારણે સુરતની સૂરત જાણે બદલાઈ ગઈ હતી. વીસમી સદીમાં પહેલીવાર પ્લેગ ફેલાયો જેની ઝપેટમાં શહેરના 40 ટકા લોકો આવી ગયા હતા. જો કે બાદમાં સુરત બેઠું થયું અને આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાંથી એક છે.

2006માં પણ પૂર આવ્યું અને લગભગ આખું શહેર પાણીમાં હતું. જે સુરતના ઈતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. શહેરને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. પરંતુ તેમાંથી પણ સુરત બેઠું થયું અને આગળ વધ્યું.

સુરતના વિકાસની ગાથા
રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ છે પણ માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા સ્થાને આવે છે. રાજ્યમાં સુરતની આવક સૌથી વધારે છે. આખા દેશમાં પણ સુરતની માથાદીઠ આવક સૌથી વધારે હતીમ. શું તમને ખબર છે સુરત દેશનું સૌથી યુવાન શહેરમાંથી એક છે?

લહેરીલાલા છે સુરતીઓ
સુરતીઓને લહેરી લાલા ગણવામાં આવે છે. વાત વાતમાં ગાળ બોલતા પણ મીઠડા લોકો. ખાવા-પીવા અને ફરવાના શોખીન. વીકેન્ડ્સ હોય એટલે સુરતીઓ ડુમ્મસ હોય, દમણ હોય કે સાપુતારા હોય. સુરતની ઘારી, સુતરફેણી અને સાડી ખૂબ જ વખણાય છે.


હીરા ઉદ્યોગ છે ઓળખ
સુરતનો હીરા ઉદ્યોગ તેની ઓળખ છે. દુનિયાન દર 10 માંથી 9 હીરાઓ સુરતમાં જ ઘસાય છે. જો કે હમણા હીરા ઉદ્યોગનો ચળકાટ થોડો ઝાંખો પડ્યો છે. પરંતુ આજે પણ તે દુનિયાનું ડાયમંડ સેન્ટર તો છે જે. અને આગળ પણ તેના સ્વભાવ મુજબ તે બેઠું થઈ જશે.

surat Places to visit in gujarat gujarat