Heritage Day: કચ્છના આ ગામમાં છે જોડિયા તળાવ, જાણો ખાસિયત

18 April, 2019 07:08 AM IST  |  કચ્છ

Heritage Day: કચ્છના આ ગામમાં છે જોડિયા તળાવ, જાણો ખાસિયત

ગામ તેરાની વિશિષ્ટતા

આવળ બાવળ બોરડી બ્યાં કંઢા ને કખ,
હલ હોથલ કચ્છડે જિડાં માડુ સવા લખ

જ્યાં કાંટાળા થોર, બાવળ અને બોરડી છે ,જ્યાં ખાસ કહી શકાય તેવો ત્યાંનો કચ્છી માડું છે. તેવા દેશમાં હોથલ પદમણીને કચ્છના જામ ઓઢા આવકારે છે. આવા કચ્છનું એક ગામડું એટલે કે 'તેરા'. આ ગામને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા હેરિટેજ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આખો કચ્છડો પોતાની અંદર જાતભાતના વારસા અને સંસ્કૃતિ સાચવીને બેઠો છે, ત્યારે કચ્છમાં આવેલા આ 'તેરા' ગામને કેમ ભૂલાય.

મેરા ગાંવ તેરા

(તસવીર સૌજન્ય યુટ્યુબ)

તેરા, ગામનું આ નામ કેવી રીતે પડયું તે બાબત રસપ્રદ છે. તેની પણ વાત કરીશું. પરંતુ મેરા ગાંવ તેરા આ ત્રણ શબ્દો આજે ગામની ઓળખ બની ચૂક્યા છે. કારણ કે જો તમે આ ગામના કોઈ પણ વ્યક્તિને એમ પૂછો કે ક્યાંના છો તો જવાબ મળશે 'મેરા ગાંવ તેરા'. ભલે પછી જવાબ આપનાર વ્યક્તિ નાનું બાળક હોય કે વયોવૃદ્ધ.

આ છે વિશેષતા

કચ્છ જિલ્લામાં આવેલું તેરા ગામ ભૂજથી લગભગ 85 કિલોમીટર અને નલિયાથી 15 કિલોમીટર જેટલું દૂર છે. અહીં એવા ત્રણ તળાવ આવેલા છે જેમના નામ ચત્તાસર, છત્તાસર અને સુમરાસર છે. આ તળાવો એકબીજા સાથે જોડાયેલા છે, તેથી તેને ત્રિતેરા તરીકે ઓળખવામાં આવે છે અને તેથી જ આ ગામનું નામ તેરા પડ્યું એવી માન્યતા છે. કહેવાય છે કે આ ત્રણેય તળાવમાં પાણી એક સાથે જ ભરાય છે અને એક સાથે જ છલકાય છે.

તો તળાવને અડીને જ રાજા રાણીની બેઠક પણ છે. આ ગામના કિલ્લાની બહાર રાજા રાણીના વિહાર માટે આ બેઠક બનાવાઈ હોવાની માન્યતા છે. હાલ આ જગ્યાએ સનસેટ પોઇન્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

કેમ બન્યું હેરિટેજ વિલેજ?

આ સવાલના જવાબમાં તો નિબંધ લખાઈ શકે. ગામની ખાસિયતો ગણતા ગણતા થાકી જવાય. આ ગામના પેટાળમાંથી ડાયનોસોરના અવશેષો અને ઈંડા મળી આવ્યા છે. અને જો વારસાની વાત કરીએ તો ગામમાં ઐતિહાસિક કિલ્લો, હવેલીઓ, રામાયણ આધારિત કામાંગરી ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય યુક્ત જૈન દેરાસર છે. આટલા વારસાને કારણે જ ગામને 'હેરિટેજ વિલેજ' જાહેર છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ વિલેજનો સર્વપ્રથમ દરજ્જો કચ્છના અબડાસા તાલુકામાં આવેલ ગામ તેરાને આપવામાં આવે છે.

આ પણ વાંચો : કચ્છ : ચૈત્રી નવરાત્રીમાં અહીં કરો એકસાથે 33 કરોડ દેવી દેવતાઓના દર્શન

જાણો ઇતિહાસ

'તેરા' ગામ મહારાવ પ્રાગમલજી બીજાના નાનાભાઈ ગગુભા (હમીરજી)ને ગરાસમાં મળેલું. જે મહારાવ શ્રી દેશળજી બીજાના લાડકા પુત્ર હતા તેથી ભુજ જેવો જ દરબારગઢ ત્યાં બંધાવેલો છે. દરબારગઢમાં આવેલા મોલાતમાં રામાયણના સુંદર કામાંગરી શૈલીનાં ચિત્રો આવેલાં છે

kutch bhuj