પદમડુંગરીઃતાપીમાં આવેલું આ સ્થળ કરાવશે આહલાદક શાંતિનો અનુભવ

11 April, 2019 03:22 PM IST  | 

પદમડુંગરીઃતાપીમાં આવેલું આ સ્થળ કરાવશે આહલાદક શાંતિનો અનુભવ

પદમડુંગરી

દક્ષિણ ગુજરાતને કુદરતે છુટ્ટા હાથે સોંદર્ય બક્ષ્યું છે. દક્ષિણ ગુજરાત કુદરતી સોંદર્યથી સમૃદ્ધ છે. આવું જ એક સ્થળ છે પદમ ડુંગરી. પદમડુંગરી, ઓછું જાણીતું આ સ્થળ ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં સ્થાન ધરાવે છે. આ પદમડુંગરી ગુજરાતના દક્ષિણ ભાગમાં વ્યારાથી 30 કિલોમીટર દૂર તાપી જિલ્લામાં આવેલી છે. અહીંની પ્રકૃતિ તેમજ કુદરતી સૌંદર્ય તમને અથાગ શાંતિનો અનુભવ કરાવશે. પદમડુંગરીની બાજુમાં અંબિકા નદી છે તો આ વિસ્તાર સહ્યાદ્રી પર્વતમાળા પર આવેલ છે.

કામની ચિંતા અને સ્ટ્રેસથી દૂર તેમજ ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવામાં આ સ્થાન તમને મદદરૂપ થઈ શકે છે. અહીં તમે કુદરતની વધુ નજીક નિરવ શાંતિનો અનુભવ કરી શકશો. તેમજ અહીં તમે રોડટ્રિપ દ્વારા આવો તો તમને સરળતા રહેશે. તમે જ્યારે એક કે બે દિવસની ટ્રિપની પ્લાનિંગ કરતાં હોવ તો તમને પદમડુંગરીની આસપાસના સ્થળો વિશે માહિતી આપતાં તમે આસપાસના સ્થળોને પણ એક્સપ્લોર કરી શકો છો.

આગળ જણાવ્યું તેમ આ વિસ્તાર નદીની બાજુમાં આવેલું હોવાથી ગરમીમાં તમને નદીમાં નહાવા જવાની તેમજ વૉટર એડવેન્ચર કરવાની પણ વધુ મજા આવશે. તેમજ અહીં હિલ ક્લાઇમ્બિંગ સિવાય અન્ય વૉટર એક્ટિવિટી જેમ કે ટ્યુબિંગ, રાફ્ટિંગ અને ફ્લોટિંગ કરાવે છે જેની મજા પણ તમે માણી શકો છો.

આ પણ વાંચો : ઢોકળા અને થેપલા ભૂલી જાઓ, ટ્રાય કરો મોં માં પાણી લાવી દે તેવી આ ગુજરાતી વાનગીઓ

તમે બાય રોડ જવાના હોય તો નેશનલ હાઈવે 8 અને વઘાઈ-વાસદા હાઈવેથી તમે અહીં પહોંચી શકો છો. પદમડુંગરીની સૌથી નજીકનું ગામ વાઘાઇ 4 કિલોમીટર દૂર છે.

travel news gujarat Places to visit in gujarat