ગુજરાતના ઐતિહાસિક સ્થળો, જે ભારતીયોએ એક વાર તો જોવા જ જોઇએ

18 June, 2019 04:12 PM IST  | 

ગુજરાતના ઐતિહાસિક સ્થળો, જે ભારતીયોએ એક વાર તો જોવા જ જોઇએ

ગુજરાતમાં આવેલા ઐતિહાસિક સ્થળો

1. સીદ્દી સૈયદ જાળી

અમદાવાદમાં આવેલી સીદ્દી સૈયદ જાળી ભારતીય-અરબી નકશીનો અજોડ નમૂનો છે. ખાસ તો આની બારીઓની ડિઝાઇન પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. પશ્ચિમ તરફ વધુ એક સુંદર કળા કારીગરીનો નમૂનો જોવા મળે છે. બારીની જાળીઓમાં પત્થરથી નકશી અને ખોદકામ કરીને ઝાડ બનાવવામાં આવ્યા છે.

2. લોથલ
લોથલ પ્રાચીન સિંધુ ઘાટી સભ્યતાના શહેરોમાંનો એક ખૂબ જ મહત્વનો શહેર છે, લગભગ 2400 ઇસ્વીસનપૂર્વેનો આ શહેર ભારતના ગુજરાત રાજ્યમાં ભાલ ક્ષેત્રમાં આવેલું છે અને આની શોધ સન 1954માં થઈ હતી. આ શહેર અમદાવાદ જિલ્લામાં ભોગાવા નદી કિનારે 'સરગવાલા' ગામની સામે આવેલું છે.

3. રાણકી વાવ
રાણકી વાવ ગુજરાતના પાટણ વિસ્તારમાં આવેલી છે. વર્ષ 2014માં રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ પ્લેસમાં સામેલ કરવામાં આવી છે. વાવના થાંભલા અને તેની વાસ્તુકળા તમને મંત્રમુગ્ધ કરવામાં સફળ નીવડી શકે છે. વાવની દીવાલ પર ભગવાન રામના વિવિધ સ્વરૂપોની છબિ જોવા મળે છે, જે પોતાનામાં જ એક વિશિષ્ટતા ધરાવે છે.

4. ધોળાવીરા

ગુજરાતના કચ્છ જીલ્લાના ભચાઉ શહેરમાં આવેલું સ્થળ એટલે ધોળાવીરા. આ એક પ્રાચીન સ્થળ છે જે હવે ખંડેર હાલતમાં છે અહીં લગભગ 50,000 જેટલા લોકો રહેતા હતા. વર્ષ 1960માં જ્યારે પહેલી વાર અહીં ખોદકામ થયું, ત્યારે જમીનમાંથી નીકળેલાં અવશેષોને કારણે નવા નવા ભેદ ઉકેલાતાં જાય છે.

આ પણ વાંચો : કચ્છના રાજમહેલોની રંગત

5. સાબરમતી આશ્રમ

અમદાવાદ જિલ્લામાં આવેલું સાબરમતી આશ્રમ ખૂબ જ જાણીતું છે. સાબરમતી નદીના કિનારે આવેલા આ આશ્રમને જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. આ આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી હતી.

gujarat Places to visit in gujarat kutch ahmedabad